ભાજપી નેતાઓ નેનોમાં !

અમદાવાદ| વેબ દુનિયા|

દેશ સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ બનેલી લાખેરી કાર નેનોનો સહારો ગુજરાત ભાજપે પણ લીધો છે. ભાજપને ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ કર્યો છે. ભાજપી નેતાઓના ફોટાવાળુ નેનો કારનું પેન સ્ટેન્ડ મોડલ બહાર મુકાયું છે.

હાઇટેક પ્રચારમાં માનતા ભાજપે ફરી એકવાર પોતાની બુધ્ધિ લગાડી છે અને લોકોની લાગણીને મતોમાં પરિવર્તિત કરવા માટે નેનોનું પેન સ્ટેન્ડ બનાવ્યું છે. અડવાણી, મોદી સહિતના અગ્રણી ભાજપી નેતાઓના ફોટાવાળા આ નેનો કારના અંદાજે 25 હજાર જેટલા પેન સ્ટેન્ડ તૈયાર કરાયા છે.

સુંદર રમકડાં જેવું આ પેન સ્ટેન્ડ બાળકો સહિત ઓફિસ વર્ગ તથા વેપારી વર્ગમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


આ પણ વાંચો :