Last Modified: લખનઉ , બુધવાર, 8 એપ્રિલ 2009 (17:46 IST)
અમરસિંહ સપા નહીં છોડે
મુલાયમ માટે જૂતા ખાવા તૈયાર
વરિષ્ઠ સપા નેતા અમરસિંહે સમાજવાદી પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કર્યા બાદ તેઓ પોતાના વક્તવ્યથી પલટી ગયા હતા, અને કહ્યું હતું કે તે ક્યારેય સપા છોડશે નહીં.
મોડીરાત્રે પોતાના ઘર પર બોલાવેલા પત્રકારોને સંબોધતા અમરસિંહે જણાવ્યું હતું કે પાર્ટી છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી. હું દુનિયા છોડી શકુ છું, પણ પાર્ટી નહીં. તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ સાથે તેમને ભાવનાત્મક સંબંધ છે. તેથી તેમના માટે હું ચપ્પલ ખાવા પણ તૈયાર છું.
અમરસિંહે કહ્યું કે જે પણ સમાજવાદી પાર્ટી છોડીને જાય છે, તે માટે મને જવાબદાર ગણવામાં આવે છે. મને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે. તેમણે કહ્યું કે આઝમ ખાન, સલીમ શેરવાની અને બેની પ્રસાદ વર્મા પાર્ટીમાં હોય, મંત્રી હોય કે મંત્રી પદ પર નહોય, પણ હું પાર્ટી માટે કામ કરતો રહ્યો. તેમછતાં મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આઝમ ખાન સાથે સંબંધ બગડ્યા હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો.