એનડીએ તૂટી રહ્યું છે - પી.એમ

લુધિયાણા| ભાષા| Last Modified સોમવાર, 11 મે 2009 (15:29 IST)

ચૂંટણીનો આખરી તબક્કો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે આજે અહીં ભાજપ તથા એનડીએ સામે નિશાન તાકી કહ્યું હતું કે, એનડીએના બે મોટા પક્ષો છેડો ફાડી અલગ થયા છે જે એનડીએ તૂટી રહ્યાનું સુચવી જાય છે.

પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે અહીં કહ્યું હતું કે, યુપીએ તૂટી રહ્યાની વાતો કરતા ભાજપના નેતાઓ એ ભુલી રહ્યા છે કે, આજે યુપીએ નહીં પરંતુ એનડીએ તૂટી રહ્યું છે. એનડીએના સાથી પક્ષો અલગ થઇ રહ્યા છે જે બતાવે છે કે, એનડીએ તૂટી પડશે. યુપીએ સરકાર અંગે ગૌરવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, યુપીએ સરકારે પાંચ વર્ષમાં સારી કામગીરી છે.


આ પણ વાંચો :