મંગળવાર, 18 ફેબ્રુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 16 મે 2009 (12:38 IST)

ભાજપે માની હાર

15મી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે એમાં ભાજપના નેતૃત્વવાળું એનડીએ ગઠબંધન ક્યાંય પાછળ દેખાઇ રહ્યું છે ત્યારે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહે ભાજપની હાર કબુલી છે.

તેમણે કહ્યું હતું કે, આવા પરિણામની અમને અપેક્ષા ન હતી. ધારણા કરતાં વિપરીત પરિણામ આવ્યા છે. તમામ પરિણામ આવી ગયા બાદ આ મામલે કમીક્ષા કરવામા આવશે અને આમ કેમ થયું એ અંગે ગંભીરતાથી વિચારાશે.

અડવાણી અંગે પુછાયેલા સવાલ અંગે તેમણે કહ્યું હતું કે, અડવાણી અમારા નેતા હતા, છે અને રહેશે.