સંજય-અમરસિંહ વિરૂદ્ધ ફરીયાદ

બિજનૌર| વેબ દુનિયા| Last Modified બુધવાર, 6 મે 2009 (14:41 IST)

સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમર સિંહ તથા સંજય દત્ત વિરૂદ્ધ બિજનોરમાં બહુજન સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતી વિરૂદ્ધ કથિત રીતે અમર્યાદીત ટિપ્પણી કરવાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જીલ્લાનાં પોલીસ ઉપ અધિક્ષક શિરીષ ચંદે જાણકારી આપી હતી કે "મુખ્યમંત્રી માયાવતી બાબતે અપશબ્દોનો પ્રયોગ કરવાને લઈને અમર સિંહ તથા સંજય દત્ત વિરૂદ્ધ મંગળવારે મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી."

તેમણે જાણકારી આપી હતી કે "જીલ્લા પ્રશાસનના નિર્દેશ પ્રમાણે કેસ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 171-જી (ચૂંટણી દરમિયાન વ્યક્તિગત અપશબ્દોનો પ્રયોગ)ને અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો."
પોલીસના જણાવ્યા પ્રમાણે "અમર સિંહ અને સંજય દત્તે ગત રવિવારે બિજનોરમાં એક ચૂંટણી સભામાં કથિત રીતે મુખ્યમંત્રી માયાવતી વિરૂદ્ધ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો."

સમાજવાદી પાર્ટીના નવનિયુક્ત મહાસચિવ સંજય દત્ત પર માયાવતી વિરૂદ્ધ ટિપ્પણી કરવાને લઈને આ ત્રીજીવાર ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ ગત 18 એપ્રિલે પ્રતાપગઢ અને 20 એપ્રિલે બારાબંકીમાં તેમના વિરૂદ્ધ પોલીસે કેસ નોંધ્યો હતો.


આ પણ વાંચો :