સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 16 મે 2009 (13:40 IST)

પરિણામો વિપરીત છે - સુષમા સ્વરાજ

ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સુષમા સ્વરાજે 15મી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પરિણામો ધાર્યા કરતાં એકદમ વિપરીત છે.

સ્વરાજે કહ્યું કે, ભાજપે ચોક્કસથી બિહાર, છત્તીસગઢ જેવા રાજ્યોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. પરંતુ દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં પરિણામો વિપરીત આવ્યા છે. તેમણે કહ્યું સમીક્ષા દરમિયાન આ અંગેના કારણોની ચર્ચા વિચારણા કરાશે. તેમણે કહ્યું હતું કે, આ પરિણામો અંગે કોઇ એકને દોષ આપવો એ યોગ્ય નથી.