સ્ત્રી-પુરૂષ વચ્ચેની મિત્રતા માત્ર એક જાતીય આકર્ષણ - સર્વે

વેબ દુનિયા|

P.R
એક નવી શોધમાં માલુમ પડ્યું છે કે પુરુષો ક્યારેય પણ મહિલાઓના માત્ર દોસ્ત નથી હોઇ શકતા. શોધકર્તાઓનું કહેવું છે કે, પુરુષોની મહિલાઓ સાથેની મિત્રતા માત્ર જાતીય આકર્ષણને કારણે જ હોય છે.

ડેઇલી મેલના એક અહેવાલ મુજબ, પુરુષોની આવી માનસિકતા છતાં મહિલાઓ પુરુષો સાથેની દોસ્તીને નિર્દોષ ભાવથી જ લેતી હોય છે. મહિલાઓ તેનાથી વધુ કોઇી અપેક્ષા ત્યારે જ કરે છે કે જ્યારે તેમનો પોતાનો સંબંધ મુશ્કેલીમાં હોય.

૧૯૮૯ની હોલિવુડ ફિલ્મ વ્હેન હેરી મેટ સૈલી પણ આવું જ કંઇક રજૂ કરે છે. ફિલ્મમાં હેરીની ભૂમિકા નિભાવી રહેલા બિલી ક્રિસ્ટલ સૈલીની ભૂમિકામાં રહેલી મેગ રેયાનને કહે છે કે પુરુષ અને મહિલા ક્યારેય પણ દોસ્ત ન હોઇ શકે, કેમ કે આ સંબંધમાં રહેતો જ હોય છે.
આ સર્વેક્ષણમાં ૮૮ યુવા જોડીઓને સામેલ કરાઇ હતી. સર્વેમાં પુરુષોમાં મહિલા મિત્રો પ્રત્યે આકર્ષણની વૃત્તિ વધુ દેખાઇ હતી, ભલે ને પછી તેઓ કોઇની સાથે સંબંધમાં હોય કે ન હોય. જ્યારે પહેલાંથી કોઇ એક પુરુષ સાથે સંબંધમાં બંધાયેલી મહિલા અને એક એકલી મહિલામાં પણ પુરુષ મિત્રો પ્રત્યે આકર્ષણનું આ સ્તર જોવા મળ્યું હતું. પણ સંબંધમાં જોડાયેલી મહિલા પુરુષ મિત્ર પ્રત્યે ત્યારે જ આ‍કર્ષિત થયેલી જોવા મળી કે જ્યારે તેનો ખુદનો સંબંધ મુશ્કેલીમાં હતો.


આ પણ વાંચો :