સેક્સ લાઈફને સ્પાઈસી બનાવે છે સિલ્ક

વેબ દુનિયા|

P.R
સેક્સમાં સક્રિયતા કે ઉદાસીનતા માટે ઘણા કારણો જવાબદાર હોય છે. દાખલા તરીકે બેડરૂમ અને બેડમાં રંગોના ઉપયોગથી પણ સેક્સ લાઈફને સ્પાઈસી બનાવી શકાય છે. તમે માનો કે ન માનો બેડ પર બિછાવવામાં આવતી ચાદર કે કવર્સ પણ તમારી સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે.

એક સર્વે બતાવે છે કે બેડ પર ગયા પછી સેક્સને એ વાત પણ અસર કરે છે કે ચાદર કે પિલો કવર કયા કાપડનાં છે.

અભ્યાસ મુજબ સિલ્કથી બનેલ ચાદર કે બેડ્કવર્સનો ઉપયોગ કરીને સેક્સ લાઈફને વધુ રોમાંટિક બનાવી શકાય છે. સર્વેના મુજબ સિલ્કનો ઉપયોગ કરનારા અઠવાડિયામાં 4થી પણ વધુ વખત સેક્સનો આનંદ ઉઠાવી શકે છે.
એ જ રીતે કોટન અથવા સૂતરના કપડાંથી બનેલ ચાદર કે બેડકવર્સનો ઉપયોગ કરનારાઓનું સેક્સ જીવન એટલુ રોમાંચક નથી હોતુ. સૂતરાઉ કપડાનો ઉપયોગ કરનારા અઠવાડિયામાં 2.72 વાર જ સેક્સ કરે છે.

બેડ પર નાયલોન અને પોલિસ્ટર જેવા કુત્રિમ કપડાના બેડકવર અને ચાદરનો ઉપયોગ કરનારાઓમાં અઠવાડિયામાં સેક્સની ટકાવારી લગભગ 2.36 અથવા 2.33 રહે છે.
આ અભ્યાસ પર બ્રિટનના જાણીતા લારેંસ બોવનનુ કહેવુ છે કે આ વાત તો નક્કી છે કે ઝાંખા રંગો અને સાધારણ કપડાંથી બનેલ પડદાં અને બેડકવર્સથી તમારુ ઘર તો નીરસ લાગશે જ સાથે જ તમારી પણ નીરસ બની શકે છે.


આ પણ વાંચો :