ECની પ્રેસ કૉન્ફ્રેસ્ન, મહારાષ્ટ્ર-હરિયાણાની ચૂંટ્ણી તારીખનુ એલાન

election commission
Last Updated: શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (14:18 IST)
લોકસભા ચૂંટણી પુર્ણ થયાના ચાર મહિના પછી એકવાર ફરી દેશમાં ચૂંટણીનો મોસમ આવી ગયો છે. શનિવારે બપોરે ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને હરિયાણામાં થનારા વિધાનસભા ચૂંટણીઓની તારીખનુ એલાન કરશે. બને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. આવામાં લોકસભા ચૂટણીમાં મળેલી ઐતિહાસિક જીતનો લાભ લેવાની કોશિશ થશે. બંને રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અનેક રીતે મહત્વની છે. કારણ કે છેલ્લા ચાર મહિનામાં રાજનીતિમાં ઘણુ બધુ બદલાય ગયુ છે. જેની અસર ચૂંટણીણા પરિણામ પર પડી શકે છે.


બતાવાય રહ્યુ છે કે મહારાષ્ટ્ર, હરિયાણામાં દિવાળી પહેલા વિધાનસભા ચૂંટણી
થઈ શકે છે.
election commission
મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીની અસૂચના પહેલા આવી જશે. જ્યારે કે ઝારખંડમાં ચૂંટણી પછી થશે કારણ કે અહી અનેક ચરણોમાં મતદાન થવાની શક્યતા છે. હરિયાણ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે અંતિમ સમયની સમીક્ષા રજુ છે અને આ હેઠળ અર્ધસૈનિક બળોની ગોઠવણ પર રાજ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓની સાથે અનેક સમયની બેઠકો કરી છે.

ચૂંટણી ટીમ હરિયાણા અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખોનુ એલાન 20 સપ્ટેમ્બરના રો થયો હતો અને 15 ઓક્ટોબરનુ વોટિંગ થયુ હતુ.
ચૂંટણીના પરિણામો 19 ઓક્ટોબરના રોજ જાહેર થયા હતા. ત્યારે દિવાળી 23 ઓક્ટોબરના રોજ હતી. બીજી બાજુ 2014માં ઝારખંડમાં 25 નવેમ્બરથી 23 ડિસેમ્બરની વચ્ચે 5 ચરણોમાં મતદાન થયુ હતુ.

કોની કેટલી સીટો
vidhansabha election
હરિયાણાની 90માંથી 47 સીટો પર ભાજપને જીત મળી હતી. પહેલી વખત હરિયાણામાં ભાજપને પોતાના દમ પર બહુમતી મળી હતી અને મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં ત્યાં સરકાર બની. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટોમાં 122 સીટો પર જીત ભાજપની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. 25 વર્ષમાં પેહલી વખત શિવસના અને ભાજપે અલગ-અલગ ચૂંટણી લડી અને પોતાના દમ પર કોઇપણ બહુમતી સુધી પહોંચી શકયું નહોતું. ચૂંટણી બાદ બંનેએ એક વખત ફરીથી ગઠબંધન સરકાર બનાવી હતી.

ચૂંટણીની તારીખ પછી શુ રહેશે પ્રક્રિયા

વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ બંને રાજ્યોમાં આદર્શ ચૂંટણી સંહિતા લાગૂ થઇ જશે. ચૂંટણી જાહેરાતના સાત દિવસની અંદર ચૂંટણીપંચે નોટિફિકેશન રજૂ કરવાનું હોય છે. નોટિફિકેશન રજૂ કર્યા બાદ સાતમા દિવસે નામાંકન પ્રક્રિયા શરૂ થઇ જાય છે. નામાંકન ભર્યાના અંતિમ દિવસ બાદ બીજા દિવસથી ચૂંટણી અધિકારીઓ ઉમેદવારના ફોર્મને અલગ પાડવાની કામગીરી કરે છે. અલગ કર્યા બાદ બે દિવસનો સમય નામ પાછા ખેંચવા માટે આપે છે.
શુ શિવસેના ભાજપ સાથે ચૂંટણી લડશે કે અલગ લડશે

નામ પાછા લેવાના આગલા દિવસથી ઉમેદવારને 14 દિવસ પ્રચાર માટે મળે છે. ચૂંટણી પ્રચાર ખત્મ થયાના ત્રીજા દિવસે મતદાન થાય છે. તેના બીજા દિવસે સવારે ચૂંટણી પંચ રી-પોલ માટે એક દિવસ રિઝર્વ રાખે છે. રી-પોલના ત્રીજા દિવસે મતોની ગણતરીની સાથે જ પરિણામ જાહેર કરાય છે. ચૂંટણી પંચ ઇચ્છે તો પરિણામ જાહેર થવાના બીજા જ દિવસથી પરિણામો સંબંધિત નોટિફિકેશન રજૂ કરી શકે છે. એટલે કે ચૂંટણી પંચની ભૂમિકા અહીં ખત્મ થઇ જાય છે. પછી સરકાર બનાવા માટે રાજ્યપાલની ભૂમિકા શરૂ થાય છે.


આ પણ વાંચો :