શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (17:28 IST)

#webviral શાળાના શિક્ષક જીંસ નહી પહેરી શકે

શાળામાં ગીતા પાઠ્યક્રમનો ભાગ્ય બન્યા પછી હરિયાણાની બીજેપી સરકાર શાળાના શિક્ષકો માટે એક વધુ મુશ્કેલ નિયમ લાદી દીધો છે. આ નિયમ મુજબ શિક્ષક જીંસ નહી પહેરી શકે. 
સરકારનુ કહેવુ છે કે શિક્ષક રોલ મોડલ હોય છે. તેમના જીંસ પહેરવાથી ખરાબ પ્રભાવ પડે છે. કારણ કે જીંસ યોગ્ય પહેરવેશ નથી.  ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. 
 
સ્ટેટ પ્રાઈમરી એજ્યુકેશન ડાયરેક્ટર આર એસ ખર્બની તરફથી એક ઓર્ડરમાં કહેવામાં આવ્યુ છે કે સામાન્ય રીતે એવુ જોવામાં આવે છેકે સરકારી શાળામાં શિક્ષક જીંસ પહેરીની શાળામાં જાય છે. આ જ પહેરીને ડાયરેક્ટર પણ આવે છે જે યોગ્ય નથી. 
 
આ નવા નિયમથી આશ્ચર્ય પામેલા ટીચરોએ મામલો સ્ટેટ એજ્યુકેશન મિનિસ્ટર રામ વિલાસ શર્માને મળવાનો વિચાર કરી લીધો છે.