શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (13:09 IST)

અહીં ગુણોત્સવની જરૂર નથી - સોનારી શાળાના શિક્ષકોએ બાળકોને બાળ મજૂરી કરતા અટકાવી સ્કૂલે આવતા કર્યા

ગીર સોમનાથની સોનારી પ્રાથમિક શાળા અન્ય સરકારી શાળાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. સોનારી શાળાના શિક્ષકોએ કરી બતાવ્યું છે સોનેરી કામ. શું કારણથી આ શાળા અન્ય શાળાઓ માટે બની છે આદર્શ શાળા. સૌઉ ભણે સૌઉ આગળ વધે અને દરેકને સમાન અધિકાર સ્લોગનને સોનારી શાળાના શિક્ષકોએ  સાર્થક બનાવ્યું છે. સોનારી શાળાના શિક્ષકોએ ત્રણ અતિ ગરીબ બાળકોનું  જીવન બદલી નાખ્યું છે. બાળકોને બાળ મજૂરી કરતા અટકાવી સ્કૂલે આવતા કરી દીધા છે.

શરૂઆતમાં બાળકો સ્કૂલમાં આવ્યા ત્યારે તેમને  અભ્યાસમાં રસ નહતો અને મધ્યાહન ભોજનમાં જમવા માટે  જ સ્કૂલે આવતા હતા. પરંતુ ધીમે ધીમે શિક્ષકોએ ત્રણેય બાળકોને  અભ્યાસ માટેના તમામ ચોપડા આપ્યા હતા. હાલ ત્રણેય બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. અને પોતાનું નવું જીવન શરૂ કર્યું છે.  બચુભાઈ જેમને મકાન પણ નથી અને ગામના પાદરમાં ઝૂંપડું બાંધી રહે છે. બચુભાઈ પગે અપંગ છે અને કઈ કામ કરી શકતા નથી અને ભીખ માંગી ગુજરાન ચલાવે છે. બચુભાઈને 7 બાળકો છે જે તમામ 1થી 10 વર્ષની ઉંમરના છે. અને તેઓ  દીવ અને વણાંકબારા પલાસ્ટીક વીણી  પોતાનું ગુજરાન  ચલાવે છે. જો અન્ય શાળાના શિક્ષકો સોનારી  સ્કૂલના શિક્ષકોની જેમ સર્વે કરી. અતિ ગરીબ અને બાળ મજૂરી કરતા બાળકોને સ્કૂલ સુધી પહોંચાડે તો. ખરા અર્થમાં સૌને સમાન શિક્ષણ અને સમાન અધિકારનું સ્લોગન સાર્થક થાય.