બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By

મહાશિવરાત્રિ 2023- શિવ આરાધનામાં ભૂલીને પણ શંખ સાથે આ 7 વસ્તુઓ ઉપયોગ ન કરવું

શિવભક્તો માટે તેમના આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ હોય છે. મહાશિવરાત્રિ પર શિવ સાધના કરવાથી જીવનની પરેશાની અને ગ્રહથી સંબંધિત દોષોનો નિવારણ હોય છે. મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત ઘણી વસ્તુઓ તેને અર્પિત કરે છે. તેથી ઘણી વાર જાણી-અજાણીમાં ભકત એવી વસ્તુઓ ચઢાવવા લાગે છે જે શાસ્ત્રોમાં વર્જિત ગણાય છે. 
શિવ આરાધનામાં શંખ વર્જિત 
શિવલિંગના અભિષેક કરતા કે શિવપૂજામાં ક્યારે પણ શંખથી પૂજન નહી કરવું જોઈએ. કારણકે ભગવાન શિવએ શંખચુંડ નામના અસુરનો વધ કર્યો હતો. તેથી શંખને તે અસુરનું પ્રતિક માનવામાં આવે છે માટે વિષ્ણ ભગવાનની પૂજા શંખથી થાય છે શિવની નહિ.
 
શિવલિંગ પર ન ચઢાવવું તુલસી 
ભગવાન શિવની પૂજામાં તુલસીનો પાનનો પ્રયોગ પણ વર્જિત માનવામાં આવ્યો છે. ભગવાન શિવે દેવી વૃંદાના પતિ જલંધરનો વધ કર્યો હતો. દેવી વૃંદા જ તુલસીના રૂપમાં અવતરુત થઈ હતી. જેને ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી જેવુ સ્થાન આપ્યુ છે તેથી શિવજીની પૂજામા તુલસીને વર્જિત માનવામાં આવે છે.
 
શિવલિંગ પર તલ અર્પિત કરવું વર્જિત 
શિવની પૂજામાં તલ ચઢાવવામાં આવતા નથી. તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયા એવુ માનવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુને તલ અર્પિત કરવામાં આવે છે. પણ શિવજીની ચઢતા નથી.
 
કણકી ચોખા 
ભગવાન શિવની પૂજામાં ભૂલથી પણ તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ. અક્ષતનો મતલબ હોય છે અતૂટ ચોખા જે પૂર્ણતાનું પ્રતીક છે. તેથી શિવજીને અક્ષત ચઢાવતી વખતે ધ્યાન રાખો કે ચોખા તૂટેલા તો નથી ને.
 
નારિયેળ 
નારિયેળ દેવી લક્ષ્મીનો પ્રતીક ગણાય છે જેમનો સંબંધ વિષ્ણુ સાથે છે તેથી શિવજીને નારિયેળ પાણી ચઢતું નથી.  
 
કંકુ કે સિંદૂર છે વર્જિત 
કંકુ સૌભાગ્યનો પ્રતીક હોય છે. જ્યારે ભગવાન શિવ વેરાગી છે તેથી શિવજીને કંકુ નહી ચઢાવવું જોઈએ. સાથે જ શિવલિંગ પર હળદર પણ ન ચઢાવવી. 
 
સુહાગની નિશાની 
શિવ પૂજા કરતા સમયે ક્યારે પણ સુહાગથી સંબંધિત કોઈ પણ વસ્તુ તેને ન અર્પિત કરવી.