ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By વેબ દુનિયા|

રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્ર

shiva tandav strotra
Shiva Tandava Stotra- શિવ તાંડવ
 
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે
ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌.
 
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ 1
 
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્‍ય કરે છે, તે શિવજી અમારૂ કલ્‍યાણ કરેં.
 
જટા કટા હસંભ્રમ ભ્રમન્નિલિંપનિર્ઝરી .
વિલોલવી ચિવલ્લરી વિરાજમાનમૂર્ધનિ .
 
ધગદ્ધગદ્ધ ગજ્જ્વલલ્લલાટ પટ્ટપાવકે
કિશોરચંદ્રશેખરે રતિઃ પ્રતિક્ષણં મમં 2
 
ખુબ જ ગંભીર કટાહરૂપ જટાઓંમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર લહેરી રહી છે તેમજ જેમના મસ્‍તકમાં અગ્નિની પ્રચંડ જ્‍વાળાઓ ધધક કરીને પ્રજ્‍વલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્‍તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધરો રહે.
 
ધરા ધરેંદ્ર નંદિની વિલાસ બંધુવંધુર-
સ્‍ફુરદૃગંત સંતતિ પ્રમોદ માનમાનસે .
 
કૃપાકટા ક્ષધારણી નિરુદ્ધદુર્ધરાપદિ
કવચિદ્વિગમ્‍બરે મનો વિનોદમેતુ વસ્‍તુનિ 3
 
પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (માહેશ્વર) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્‍તોંની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે આવા જ (દિશા જ જેમના વસ્ત્ર છે) દિગમ્‍બર શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે.
 
જટા ભુજં ગપિંગલ સ્‍ફુરત્‍ફણામણિપ્રભા-
કદંબકુંકુમ દ્રવપ્રલિપ્ત દિગ્‍વધૂમુખે .
 
મદાંધ સિંધુ રસ્‍ફુરત્‍વગુત્તરીયમેદુરે
મનો વિનોદદ્ભુતં બિંભર્તુ ભૂતભર્તરિ 4
 
જટાઓંમાં લપેટાયેલ સર્પના ફણના મણિયોંના પ્રકાશમાન પીળા પ્રભા-સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મતવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરવાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત રહે.
 
સહસ્ર લોચન પ્રભૃત્‍ય શેષલેખશેખર-
પ્રસૂન ધૂલિધોરણી વિધૂસરાંઘ્રિપીઠભૂઃ .
 
ભુજંગરાજ માલયા નિબદ્ધજાટજૂટકઃ
શ્રિયે ચિરાય જાયતાં ચકોર બંધુશેખરઃ 5
 
ઇંદ્રાદિ સમસ્‍ત દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્‍પોંની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સમ્‍પદા આપે.
 
લલાટ ચત્‍વરજ્‍વલદ્ધનંજયસ્‍ફુરિગભા-
નિપીતપંચસાયકં નિમન્નિલિંપનાયમ્‌ .
 
સુધા મયુખ લેખયા વિરાજમાનશેખરં
મહા કપાલિ સંપદે શિરોજયાલમસ્‍તૂ નઃ 6
 
ઇંદ્રાદિ દેવતાઓંનો ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્‍તકની અગ્નિ જ્‍વાલાથી કામદેવને ભસ્‍મ કરી દિધા હતાં, તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નર મુંડધારી શિવજી અમને અક્ષય સમ્‍પત્તિ આપે.
 
કરાલ ભાલ પટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ-
દ્ધનંજયા ધરીકૃતપ્રચંડપંચસાયકે .
 
ધરાધરેંદ્ર નંદિની કુચાગ્રચિત્રપત્રક-
પ્રકલ્‍પનૈકશિલ્‍પિનિ ત્રિલોચને રતિર્મમ 7
 
સળગી રહેલી પોતાના મસ્‍તકની ભયંકર જ્‍વાલાથી પ્રચંડ કામદેવને ભસ્‍મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્‍તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે.
 
નવીન મેઘ મંડલી નિરુદ્ધદુર્ધરસ્‍ફુર-
ત્‍કુહુ નિશીથિનીતમઃ પ્રબંધબંધુકંધરઃ .
 
નિલિમ્‍પનિર્ઝરિ ધરસ્‍તનોતુ કૃત્તિ સિંધુરઃ
કલાનિધાનબંધુરઃ શ્રિયં જગંદ્ધુરંધરઃ 8
 
નવીન મેઘોંની ઘટાઓંથી પરિપૂર્ણ અમાવસ્‍યાઓંની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાઓંના બોઝથી વિનમ, જગતના બોઝને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સમ્‍પત્તિ આપે.


W.D
પ્રફુલ્લ નીલ પંકજ પ્રપંચકાલિમચ્‍છટા-
વિડંબિ કંઠકંધ રારુચિ પ્રબંધકંધરમ્‌

સ્‍મરચ્‍છિદં પુરચ્‍છિંદ ભવચ્‍છિદં મખચ્‍છિદં
ગજચ્‍છિદાંધકચ્‍છિદં તમંતકચ્‍છિદં ભજે 9

ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્‍યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોંને કાપનારા, દક્ષયજ્ઞવિધ્‍વંસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્‍યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

અગર્વસર્વમંગલા કલાકદમ્‍બમંજરી-
રસપ્રવાહ માધુરી વિજૃંભણા મધુવ્રતમ્‌ .

સ્‍મરાંતકં પુરાતકં ભાવંતકં મખાંતકં
ગજાંતકાંધકાંતકં તમંતકાંતકં ભજે 10

કલ્‍યાણમય, નાશ ન થનાર બધી જ કળાઓંની કળીયોંથી વહેતાં રસની મધુરતાનો આસ્‍વાદન કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્‍મ કરનાર, ત્રિપુરાસુર, વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્‍વંસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું.

જયત્‍વદભ્રવિભ્રમ ભ્રમદ્ભુજંગમસ્‍ફુર-
દ્ધગદ્ધગદ્વિ નિર્ગમત્‍કરાલ ભાલ હવ્‍યવાટ્‍-

ધિમિદ્ધિમિદ્ધિમિ નન્‍મૃદંગતુંગમંગલ-
ધ્‍વનિક્રમપ્રવર્તિત પ્રચણ્‍ડ તાણ્‍ડવઃ શિવઃ 11

અત્‍યંત શીઘ્ર વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ઉધા ધ્‍વનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્‍યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે.

દૃષદ્વિચિત્રતલ્‍પયોર્ભુજંગ મૌક્‍તિકમસ્રજો-
ર્ગરિષ્ઠરત્‍નલોષ્ટયોઃ સુહૃદ્વિપક્ષપક્ષયોઃ .

તૃણારવિંદચક્ષુષોઃ પ્રજામહીમહેન્‍દ્રયોઃ
સમં પ્રવર્તયન્‍મનઃ કદા સદાશિવં ભજે 12

જોરદાર પત્‍થર અને કોમળ વિચિત્ર શય્‍યામાં સર્પ અને મોતિયોંની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્‍નોંમાં, શત્રુ અને મિત્રમાં, તિનકે અને કમલલોચનનિયોંમાં, પ્રજા અને મહારાજાધિકરાજાઓંના સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ.

કદા નિલિંપનિર્ઝરી નિકુજકોટરે વસન્‌
વિમુક્‍તદુર્મતિઃ સદા શિરઃસ્‍થમંજલિં વહન્‌ .

વિમુક્‍તલોલલોચનો લલામભાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્‍ચરન્‌ કદા સુખી ભવામ્‍યહમ્‌ 13

ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્‍કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતાં ચંચલ નેત્રોંવાળી લલનાઓંમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્‍તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્‍ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ.

નિલિમ્‍પ નાથનાગરી કદમ્‍બ મૌલમલ્લિકા-
નિગુમ્‍ફનિર્ભક્ષરન્‍મ ધૂષ્‍ણિકામનોહરઃ .

તનોતુ નો મનોમુદં વિનોદિનીંમહનિશં
પરિશ્રય પરં પદં તદંગજત્‍વિષાં ચયઃ 14

દેવાંગનાઓંના માથામાં ગૂઁથેલા પુષ્‍પોંની માળાઓમાંથી ખરતાં સુગંધમય પરાગથી મનોહર, પરમ શોભાના ધામ મહાદેવજીના અંગોંની સુંદરતા પરમાનંદયુક્‍ત અમારા મનની પ્રસન્નતાને હંમેશા વધારે છે.

પ્રચણ્‍ડ વાડવાનલ પ્રભાશુભપ્રચારણી
મહાષ્ટસિદ્ધિકામિની જનાવહૂત જલ્‍પના .

વિમુક્‍ત વામ લોચનો વિવાહકાલિકધ્‍વનિઃ
શિવેતિ મન્‍ત્રભૂષગો જગજ્જયાય જાયતામ્‌ 15

પ્રચંડ બડવાનલની જેમ પાપોંને ભસ્‍મ કરવામાં સ્ત્રી સ્‍વરૂપિણી અણિમાદિક અષ્ટ મહાસિદ્ધિયોં તેમજ ચંચલ નેત્રોંવાળી દેવકન્‍યાઓંથી શિવ વિવાહ સમયમાં ગાન કરવામાં આવેલ મંગલધ્‍વનિ બધા જ મંત્રોંમાં પરમશ્રેષ્ઠ શિવ મંત્રથી પૂરિત, સાંસારિક દુઃખોંને નષ્ટ કરીને વિજય મેળવો.

ઇમં હિ નિત્‍યમેવ મુક્‍તમુક્‍તમોત્તમ સ્‍તવં
પઠન્‍સ્‍મરન્‌ બ્રુવન્નરો વિશુદ્ધમેતિ સંતતમ્‌ .

હરે ગુરૌ સુભક્‍તિમાશુ યાતિ નાંયથા ગતિં
વિમોહનં હિ દેહના સુશંકરસ્‍ય ચિંતનમ 16

આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્‍લોકને નિત્‍ય પ્રતિ મુક્‍તકંઠથી વાંચવાથી કે તેને સાંભલવાથી સંતતિ વગેરેથી પૂર્ણ હરિ અને ગુરુમાં ભક્‍તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે.

પૂજાવસાનસમયે દશવક્રત્રગીતં
યઃ શમ્‍ભૂપૂજનમિદં પઠતિ પ્રદોષે .

તસ્‍ય સ્‍થિરાં રથગજેંદ્રતુરંગયુક્‍તાં
લક્ષ્મી સદૈવ સુમુખીં પ્રદદાતિ શમ્‍ભુઃ 17

શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્‍તોત્રનો પ્રદોષનું સમયે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્‍થિર રહે છે. રથ ગજ-ઘોડા બધાથી હંમેશા યુક્‍ત રહે છે.

ઇતિ શિવ તાંડવ સ્‍તોત્રં સંપૂર્ણમ્‌