નમોને જન્મદિવસની શુભકામના

59 પૂરાને 60 માં વર્ષમાં મંગલ પ્રવેશ

Narendra-modi
PR
P.R
એ દિવસથી અત્યાર સુધી વિવાદોએ તેનો સાથ ન છોડ્યો. તેમ છતા પણ એક નિડર યૌદ્ધાની જેમ તેમણે દરેક વિવાદોનો સામનો કર્યો. ગુજરાતની જનતા જેમને ભગવાનના રૂપમાં નિહાળે છે તેવા ગુજરાતના લોકલાડિલા અને ચહેતા મુખ્યમંત્રીનો આજે છે.

ગુજરાતને વાઈબ્રેન્ટ ગુજરાત બનાવનારા અને ટાટાની નૈનો કાર પરિયોજનાને સિંગૂરથી સાણંદ સુધી પહોંચાડનારા મોદી આજે પોતાના જીવનના 59 વર્ષ પૂર્ણ કરી 60 માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે.

મોદીની લોકપ્રિયતા પર ગ્રહણ લગાડવાના વિરોધીઓએ અસંખ્ય પ્રયત્નો કર્યાં. લઠ્ઠાકાંડ હોય કે, પછી ગોધરા હત્યાંકાડ, સૌહરાબુદ્ધિન હોય કે ઈશરત જહાઁ કેસ, આ તમામ ઘટનાઓને મુખ્ય મુદ્દો બનાવીને વિરોધી પાર્ટીઓએ મોદીની મુખ્યમંત્રી પદની ખુરશી ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ઉપચૂંટણીના ભાજપી તરફી આવેલા પરિણામોએ તમામ વિરોધી લોકોના મોઢા બંધ કરી દીધા.

મોદીએ વગર ચૂંટણી પ્રચારે જ ભાજપને વિજય અપાવ્યો. આ જીત ન તો માત્ર મોદીની હતી પરંતુ અસત્ય પર સત્યની પણ હતી. રામની રાવણ પર તો કૃષ્ણની કંસ પર હતીં. આ જીત કોઈ મૌતના સૌદાગરની (કોંગ્રેસે મોદીને આપેલું ઉપનામ) નહીં પરંતુ નવ પ્રાણ આપનારા ગુજરાતના એ નિડર નેતાની હતી. આ જીત ભારતીય જનતા પાર્ટીની નહીં પરંતુ હિન્દુસ્તાનમાં રહેનારા દરેક દેશભક્તની હતી.

ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં 17 સપ્ટેમ્બર 1950 ના રોજ માતા હીરાબાના કુંખે ગરવી ગુજરાતના આ ઉદ્ધારકનો જન્મ થયો. ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે યુવાને ઉંબરે આવી પહોંચેલા નરેન્દ્રએ ઈજાગ્રસ્ત સૈનિકોની દેખરેખ માટે સ્વયંસેવકનું પણ કાર્ય કર્યું. 1967 માં ગાળામાં આ 17 વર્ષનો યુવાન પૂરપ્રભાવિત વિસ્તારોમાં મદદ અર્થે જતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા બાદમાં તેણે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ અને આરએસએસના કાર્યકર તરીકે કામ શરૂ કર્યું.

વડનગરની શાળામાં ભણેલા આ જણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાઈન્સની ડિગ્રી મેળવી. કોલેજના દિવસોમાં કવિ તરીકે તેણે ખુબ નામના મેળવી. જેના કાવ્યસંગ્રહો પણ છપાયાં. તે આજે પણ કુંવારો છે. ગુજરાતનો પ્રથમ એવો મુખ્યમંત્રી જેણે દેશની સેવા કાજે ઘરસંસાર નથી માંડ્યો.

જનકસિંહ ઝાલા|
નરેન્દ્ર દામોદરદાસ મોદી, એક એવું નામ જેને સાંભળતા જ અમુક લોકોની મુઠ્ઠીઓ ભિંસાઈ જાય છે તો કેટલાયે લોકોના ચહેરા પર મધુર સ્મિત ફરકી આવે છે. નમો એક એવું નામ જે જ્યારથી મુખ્યમંત્રી બન્યા
મોદીએ ઓક્ટોબર 2001 કેશુભાઈ પટેલના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ડિસેમ્બર 2002 અને બાદમાં ડિસેમ્બર 2007 માં વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત પ્રાપ્ત કર્યો. મોદીને એક સારા પ્રશાસકના રૂપે પણ ઓળખવામાં આવે છે. તેમણે ગુજરાતની પ્રગતિમાં હમેશા પ્રશંસનીય કામ કર્યું છે. જાન્યુઆરી 2009 માં 12 કરોડના રોકાણની આશા સાથે ગુજરાતને નવા રોજગાર અને શ્રેષ્ઠ ભવિષ્ય તરફ લઈ જવામાં મોદીનું ઘણું મોટુ યોગદાન છે.


આ પણ વાંચો :