પરિવર્તનની આ છબિ......

webdunia new
જયદિપ કર્ણિક| Last Updated: શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 (10:32 IST)
 
અહી કંઈક સનાતન છે તો એ છે પરિવર્તન. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. અને જે પ્રાકૃતિક છે એ જ સુંદર છે, મધુર છે, આનંદદાયક છે, પ્રેરક છે, રોચક છે. જે આ પ્રાકૃતિક આનંદ સાથે તલ્લીન થઈ ગયો, એકાકાર થઈ ગયો એ જ તેની ગતિ અને પરિવર્તનનુ અંગ પણ બની ગયો. 23 સપ્ટેમ્બર 1999ના રોજ પોતાની શરૂઆતથી અત્યાર સુધી વેબદુનિયાએ દોઢ દસકાની લાંબી યાત્રા કાપી છે. તૂટેલા અક્ષરોને જોડીને અંગ્રેજોના બક્ષિક્ષમાં બળેલ ભાષાના સ્વાભિમાનનો આ ચિરાગ કયારે સૃજન, રચનાકર્મ અને અપનત્વની સોનેરી દીપમાળા બની ગયો એ ખબર જ ન પડી. એવી દીપમાળા જેની બત્તી અનેક મહેનતુઓના અથાગ પરિશ્રમ અને ઉજાગરાઓથી જાગેલી રાતોના તેલથી રોશન છે.  આ રોશન છે ત્યાગ અને સમર્પણની એ પ્રક્રિયાથી જેનાથી કોઈ સંસ્થા પરિવાર બની જાય છે. 
પોતાની આ દોઢ દસકાની યાત્રામાં વેબદુનિયાએ અનેક ફેરફારો કર્યા અને જોયા. રંગ-રૂપ અને પ્રસ્તુતિના સ્તર પર કરવામાં આવેલ તમામ ફેરફાર અમને નવી ઉર્જા આપતા રહ્યા અને અમારા પાઠકો સુધી નિત્ય કંઈક નવુ આપવા માટે પ્રેરિત કરતા રહ્યા. એકવાર ફરી વેબદુનિયાના બધા સાત ભાષાઓના પોર્ટલ પોતાના નવી સાજ-સજ્જાની સાથે રજુ છે. અમે ફક્ત ઢાંચો જ નથી બદલ્યો પણ તમને રસપ્રદ લાગે એવી અનેક સામગ્રી પણ લાવ્યા છે, અને આ કોશિશ સતત ચાલુ રહેશે. આ નવી પ્રસ્તુતિમાં કોશિશ એ પણ છે કે મોબાઈલ અને ટેબલેટના આ યુગ મુજબ કેવી રીતે અમે વધુ ચિત્રોની સાથે દરેક પ્રસ્તુતિને વધુ આકર્ષક બનાવી શકીએ.
 
આ તમામ પરિવર્તન અમે તમારી તરફથી મળનારા પ્રતિસાદના આધાર પર જ કર્યા છે. તેમ છતા પણ જે નવુ સ્વરૂપ સામે આવ્યુ છે તેને લઈને તમારા વિચારો જાણવા માટે પણ અમે ઉત્સુક રહીશુ.  તમારી પ્રતિક્રિયા અમારા આ ફેરફારને વધુ ઉર્જાવાન બનાવશે. મહેરબાની કરીને તમારી પ્રતિક્રિયા [email protected] પર મોકલો. 
 
પરિવર્તનના આ છબિ એ મૂળને સ્પષ્ટ કરી શકે જ્યાથી આની ઉપજ થઈ છે... અમારી ઉપજ થઈ છે... પ્રકૃતિ સાથે અમારી એકાગ્રતા વધુ ઊંડી થાય એ જ કામના.... 


આ પણ વાંચો :