મોર્ડન ભારતની દેશી જરૂરિયાતો

ગુરચરણ દાસ| Last Modified શનિવાર, 7 જૂન 2008 (11:41 IST)

થોડાક સમય પહેલાં એક બીજેપી નેતાએ પોતાની જ પાર્ટીમાં કોઈને મોર્ડન કહીને ગાળ આપી હતી. મને તેના પર તે દિવસો યાદ આવી ગયાં જ્યારે હુ બાર વર્ષનો હતો અને મારી કાકીઓ અમારી એક પડોશણ વિશે જરા વાર પણ રોકાયા વિના તેના વિશે હજારો વાતો કરતી હતી કે- અરે તમે શીલાને નથી જાણતાં તે સીગરેટ પીવે છે, દારૂ પીવે છે અને પુરૂષોની સાથે ડાંસ પણ કરે છે હા. થોડાક વર્ષો બાદ શીલા ક્યાંય પાછળ ખોવાઈ ગઈ અને અમે ક્યાંય આગળ આવી ગયાં. મારા મગજમાં આ મોર્ડન શબ્દનો એક ખોટો જ અર્થ બની રહ્યો છે.

મારી કાકીઓ માટે મોર્ડન શબ્દનો અર્થ હતો ગંદી વાતો એટલે કે જે વેસ્ટર્નાઈઝ્ડ છે. આવા લોકોમાં ભગવાનથી ડરવાનો અને પરંપરાગત વ્યવહારની સરખામણીમાં જુઠા અને સતહી મૂલ્યો હોય છે.

મે 1965માં ઈલસ્ટ્રેટેડ વીકલીમાં એક વિજ્ઞાપન જોયું હતું - આર્ડેંટ નોવેલ, અવેઈલેબલ ઓન્લી માય મેલ. આ પુસ્તકની અંદર મોર્ડન અમેરિકન મેરેજની વાતના રૂપમાં વર્ણિત કરવમાં આવી છે. અહીંયા પણ મોર્ડન શબ્દ દ્બારા આ વિજ્ઞાપન એક એવી અસ્વીકાર્ય ધારણા તરફ ઈશારો કરી રહ્યું હતું કે જે મહિલાઓની મહત્વકાંક્ષા, આક્રમકતા અને ધર્મવિરોધી સ્વભાવ સાથે સંબંધિત હતું.
ત્યાર બાદ કોલેજના દિવસોમાં મને જાણવા મળ્યું કે મોર્ડન શબ્દ ના તો કોઈ ગંદી વાત સાથે અને ના કોઈ વેસ્ટર્ન ઢંગ સાથે લેવડ દેવડ રાખે છે. આ શબ્દને જેવી રીતે અમે આજે ઉપયોગ કરી રહ્યાં છીએ ઓગણીસમી સદીમાં યુરોપમાં ત્યારે જન્મો હતો જ્યારે પશ્ચિમી સમાજની અંદર ચોકાવનાર પરિવર્તન થઈ ગયાં હતાં.

આ ક્રાંતિકારી બદલાવોનો અર્થ લગાવવાના પ્રયત્નમાં ઈતિહાસકારોએ તે નિષ્કર્ષ કાઢ્યો કે તે અંતર્સબધ્ધ હતાં. કોઈ અન્ય શબ્દ ન મળવા પર તેમણે આને મોર્ડનાઈઝેશન કહ્યું. તેમણે આ પરિવર્તનોને મૂલ્યો અને પરંપરાઓનાં સમૂહની વ્યાપક સ્વીકાર્યતા સાથે જોડ્યાં.
ભારતની અંદર મોર્ડન અને વેસ્ટર્ન આ બંને શબ્દોની વચ્ચેનો ભેદ ન કરી શકવો તે જ આપણી સમસ્યાનુ મૂળ કારણ છે. આપણે ભૂલી ગયાં કે 300 વર્ષ પહેલાં વેસ્ટ એટલે કે પશ્ચિમ મોર્ડન ન હતું. જો આપણે ફક્ત એટલું જ સમજી લઈએ કે મોર્ડન વેસ્ટર્ન સંસ્કૃતિનો સૌથી મોટો ભાગ હવે ફક્ત વેસ્ટની ધરોહર નથી રહ્યો પરંતુ વિચારવાનો એક સર્વભૌમિક ઢંગ થઈ ગયો છે જેના પર નિષ્પક્ષ અને સભ્ય બધા જ માણસોનો હક છે તો આપણી સ્થિતિ ઘણી સુધરી શકે તેમ છે. સ્વતંત્રતા અને સમાનતા આજે સાર્વભૌમિક વિચાર છે.
આવામાં આપણે મોર્ડન લોકોની આલોચનાની જગ્યાએ આપણી ઉર્જાનિ ઉપયોગ કરી શકીએ છે અને કામને વધારે સારૂ બનાવી શકીએ છીએ ના કે તેને કોઈ સ્વદેશી, હિન્દુત્વ,રાષ્ટ્રભાષા વિવાદ, અમેરિકાની ભર્ત્સના, બહુરાષ્ટ્રીય કંપનીયોની જાળ અને અન્ય નકામી વાતો પર ખર્ચ કરીએ. આજે સ્પષ્ટતાનો અભાવ આપણને વ્યાપાર અને નિવેશને લઈને અનિશ્ચિત બનાવી દે છે. આનાથી આર્થિક સુધારને લીધે આપણી ગતિ ધીમી થઈ જાય છે અને પ્રતિસ્પર્ધાત્મક અર્થવ્યવસ્થા નિર્મિત કરવાની આપણી યોગ્યતા પણ સુસ્ત પડી જાય છે.
આ મુદ્દાના મૂળમાં ક્યાંયને ક્યાંય તે ડર રહે છે કે આપણે ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને જીવન પદ્ધતિને ખોઈ દઈશું. પરંતુ આ ભય હંમેશા તેને વેસ્ટની સામે આપણી નિકૃષ્ટતા બોધનો જ પરિચય આપે છે. ખાસ કરીને તે જુની પેઢીને આ બોધ વધારે હેરાન કરે છે જે સત્તામાં છે. સૌભાગ્યાથી આજની યુવાપેઢી આત્મવિશ્વાસથી ભરપુર અને પ્રગતિશીલ થતી જોવા મળી છે અને જુના કોલોનિયલ વિચારો સાથે નથી સંકળાયેલી.
ભાવાનુવાદ : પારૂલ ચૌધરી


આ પણ વાંચો :