શું મદદ માંગ્યે મોદી ગાળો આપે ?

નવા ચક્રવ્યુહમાં ફસાતો જતો ગુજરાતનો ભડવીર

modi
ND
N.D
દીધા છે. કદાચ વિપક્ષી પાર્ટીઓ નરેન્દ્ર મોદીની સ્વાસ્થ્ય કામના માટે સમગ્ર વિશ્વમાંથી આવેલા તેમના પ્રશંસકોના પ્રતિભાવોથી ડરી ગઈ છે. ભારત દેશના દરેક નાગરિકના મનમાં નરેન્દ્રભાઈ મોદીની છબી કેવી છે એ વાતથી તે પૂરી રીતે વાકેફ થઈ ગઈ છે.

એટલા માટે જ તેમણે ટીવી ચેનલોને માધ્યમ બનાવીને મુખ્યમંત્રી મોદીને ફરી એક વાર નિશાને લીધા છે. આ વખતે નરેન્દ્રભાઈ મોદી પર એક વિચિત્ર આરોપ લગાડવામાં આવ્યો છે. ભૂતપૂર્વ કોંગી સાંસદને ગાળો આપવાનો આરોપ.

28 ફેબ્રુઆરી 2002 ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં ફાટી નિકળેલા રમખાણોના મુખ્ય સાક્ષી ઈમ્તિયાઝ પઠાણે અમદાવાદની ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધિશ બીયુ જોશી સામે પોતાની જુબાનીમાં જણાવ્યું છે કે, 'જ્યારે ગુલમર્ગ સોસાયટીમાં રમખાણો ફેલાયા હતાં ત્યારે એ સમયના કોંગી સાંસદ અહેસાન જાફરીએ મદદ માટે નરેન્દ્ર મોદીને ફોન લગાવ્યો હતો પરંતુ નરેન્દ્ર મોદીએ મદદ કરવાને બદલે તેમને ગંદી ગંદી ગાળો આપી હતી.

ઈમ્તિયાઝે ન્યાયાધિશ સમક્ષ એવું પણ જણાવ્યું કે, રમખાણો દરમિયાન લોકોના ટોળા તેને અને તેના પરિજનોને મારવા માટે ઘરમાં ઘુસી આવ્યાં હતાં. પોતાનો જીવ બચાવવા અને પોલીસની મદદ માગવા માટે તેનો આખો પરિવાર જાફરીના ઘરે ગયો હતો. એ સમયે જાફરીએ કહેલું કે, તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફોન લગાડી રહ્યાં છે.

ઈમ્તિયાઝના અનુસાર જાફરીએ જ્યારે મુખ્યમંત્રી
jafri
ND
N.D
નરેન્દ્ર મોદીની મદદ માંગી ત્યારે સામે છેડેથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સામે અસભ્ય વર્તન દાખવીને ગંદી ગાળો આપી હતી. રમખાણોમાં ઈમ્તિયાઝે પોતાના દાદા અનવર ખાન પઠાણ સહિત પરિવારના સાત સભ્યોને ગુમાવ્યાં.


પઠાણે 27 પન્નાની પોતાની જુબાનીમાં કોર્ટ સમક્ષ એ 21 લોકોને પણ ઓળખી બતાવ્યાં છે જેઓ ગુલમર્ગ સોસાયટીમાં ફેલાયેલા રમખાણો દરમિયાન હત્યા, લૂંટ, બળાત્કાર, આગજની જેવી ઘટનાઓમાં શામેલ હતાં. જેમા મેઘાણીનગર પીઆઈ કેજે ઈર્ડા, વિશ્વ હિન્દુ પરિસદ નેતા ડો. અતુલનો પણ સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રમખાણો દરમિયાન જાફરી સહિત કુલ 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં. જેમાં હજુ સુધી જાફરીના મૃતદેહનો પત્તો લાગ્યો નથી. રમખાણોમાં એક પારસી બાળક અજહર મોદી પણ ગુમ થઈ ગયો હતો. જે ઘટનાને આધાર બનાવીને બોલિવુડના નિર્દેશક રાહુલ ઢોલકિયાએ 'પરજાનિયા' નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. જો કે, ગુજરાતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

હાલ નરેન્દ્ર મોદીને પૂરતા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. તબીબોએ તો તેમને 'કંપલીટલી હેલ્દી' જાહેર કરી દીધા છે પરંતુ મને નથી લાગતું કે, વિપક્ષી પાર્ટીઓ અને ટીવી ચેનલો તેમને રાહતનો શ્વાસ લેવા દેશે. મોદીજી થોડા ચેતીને રહેજો હો ! દુશ્મનોએ ચક્રવ્યુહ ઘડીને રાખ્યો છે ! માત્ર આપના આગમનની રાહ છે.


Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
Mo.09754144124
જનકસિંહ ઝાલા|
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હજુ સ્વાઈન ફ્લૂની બિમારીમાંથી પૂરી રીતે બહાર પણ નિકળી શક્યા નથી એ પહેલા જ વિપક્ષી પક્ષોએ તેમને બદનામ કરવાના અવનવા કાવતરાઓ શરૂ કરી


આ પણ વાંચો :