શું મોદી બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ?

અધ્યક્ષ પદ માટે શિવરાજ, ગોપીનાથ પણ દાવેદાર

modi
ND
N.D
સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. ભાજપની પાર્ટી અને સંઘને અત્યાર સુધીમાં જેટલી પણ પ્રતિક્રિયાઓ મળી છે તેનો સંકેત એ તરફ જ ઈશારો કરે છે કે, મોટાભાગના ભાજપાઈ નેતાઓ ગુજરાતના નમો(નરેન્દ્ર મોદી)ને જ પાર્ટીના અધ્યક્ષ પદ માટેના યોગ્ય ઉમેદવાર માની રહ્યાં છે.

ભાજપના અધ્યક્ષ પદ માટે અરુણ જેટલી, સુષમા સ્વરાજ, અનંત કુમાર અને વૈંકયા નાયડૂના નામ સંઘ પ્રમુખ મોહનરાવ ભાગવત દ્વારા ફગોવી દેવામાં આવ્યાં બાદ મુખ્યમંત્રી મોદીને રાષ્ટ્રીય લેવલે લાવવાની વાતોને વેગ મળ્યો છે. ભાગવતે એક મુલાકાત દરમિયાન એ વાતનું પણ ચોખ્ખા શબ્દોમાં સ્પટીકરણ કરી દીધું છે કે, ભલે ગમે તે થાય પરંતુ પાર્ટીનો અધ્યક્ષ પદ માટેનો આગામી ઉમેદવાર દિલ્હીનો નહીં હોય.

ભાગવતનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું છે જ્યારે ભગવા પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં યોજાયેલી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના ઘરમાં ઘુસીને વિરોધી પાર્ટી કોંગ્રેસે પરાજય આપ્યો છે.

એવા સમયે મુખ્યમંત્રી મોદી જ એક એવા નેતા છે જે આ પદ પર ફિટ બેસે છે. જો કે, આ રેસમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પાર્ટી મહાસચિવ ગોપીનાથ મુંડેના નામ પણ છે.

બીજી તરફ કર્ણાટક ભાજપમાં પ્રવર્તી રહેલો વિવાદ અંતે સમાધાન દ્વારે પહોંચી ગયો છે. મુખ્યમંત્રી વીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ બાગી બનેલા રેડ્ડી બંધુઓ હવે થોડા શાંત થઈ ચૂક્યાં છે. કદાચ વૈષ્ણોદેવીના દરબારમાં હાજરી લગાવીને આવેલા યેદિયુરપ્પાને વાત માતાએ કાને ધરી છે.

ઉપરોક્ત ઘટનાક્રમ અને લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ એક વાતતો દિવા જેવી સાફ નજરે ચડતી હતી કે, ભાજપ માટે બળવાખોર તત્વો સામે લડવાનું કામ થોડુ કઠીન અને અસહજ થઈ પડ્યું હતું કદાચ એટલા માટે જ સંઘને તેની મદદ અર્થે આવવું પડ્યું.

ભાગવતે પોતાની મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ભાજપનો આગામી પ્રમુખ ન તો અરુણ જેટલી હશે અને ન તો સુષમા સ્વરાજ. પ્રમુખે અનંત કુમાર અને વૈંકયા નાયડુના નામને પણ હાશિયાની બહાર કરી દીધા અને કહ્યું કે, પાર્ટીનો આગામી પ્રમુખ દિલ્હીની બહારનો વ્યક્તિ હશે.

મોહન ભાગવતના આ નિવેદન બાદ ભાજપની પાર્ટીના એક વરિષ્ઠ
mohan
ND
N.D
નેતાએ પણ જણાવેલું કે, જો ભાગવતે પાર્ટીના ઉચ્ચ પદ્દ માટે મોસ્ટ ફેવરિટ લોકોને બહારનો રસ્તો દેખાડી દીધો હોય તો એ વાતમાં કોઈ શંકા નથી કે, નરેન્દ્ર મોદી જ આ પદ માટે ઉચિત વ્યક્તિ છે.


ભાજપના ટોચના નેતાએ એમ પણ જણાવ્યું છે કે, ' ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રમોદીએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવના રૂપમાં જે કાર્ય કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે. ગુજરાતમાં તેમની ભૂમિકા અંગે જોઈએ તો રાજ્યના વિકાસ અને પાર્ટીને જોડી રાખવામાં પણ મોદી એક સફળ નેતા અને રાજકારણી સાબિત થયાં છે.

ભાજપના એક અન્ય સૂત્રએ કહ્યું છે કે, મોદીના પાર્ટીના અધ્યક્ષ પદ બનવા માટેની સંભાવનાનો ઈનકાર ન કરી શકાય. તેઓ કદાચ સંસદમાં વિરોધ પક્ષના નેતા પણ બની શકે છે. પાર્ટીના અમુક જૂથોનું માનવું છે કે, મોદી ભાજપનો રાષ્ટ્રીય ચહેરો છે. પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી મોદીની અંદર દેશના ભાવિ વડાપ્રધાનની તસવીર જોવે છે.

આમ પણ મોદી, સંઘ અને અડવાણીના પ્રિય માનવામાં આવે છે પરંતુ તેમની સાથે જોડાયેલા વિવાદને લઈને કેટલાક વરિષ્ઠ નેતા, લો પ્રોફાઈલ શિવરાજસિંહ ચૌહાણના પક્ષમાં છે. ટૂકમાં ભાજપની પાર્ટી માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હોય કે, શિવરાજસિંહ ચૌહાણ કે પછી ગોપીનાથ મુંડે આ ત્રણેય નેતાઓ જાતીય સમીકરણો સિવાય સંઘની વિચારધારા, ઉમર સીમા અને કેન્દ્રિય રાજનીતિના અનુભવના માળખામાં પૂરી રીતે ફિટ બેસી રહ્યાં છે. હવે તો સમય જ બતાવશે કે, સૌથી આગળ કોણ રહેશે ?

Janaksingh Zala
Sub Editor (Webdunia.Pvt.Ltd)
[email protected]
Mo.09754144124

આ પણ વાંચો :