ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Modified: ગુરુવાર, 27 ઑક્ટોબર 2016 (15:58 IST)

વેશ્યાવૃત્તિના કરાવવા માટે પુત્રીઓના જન્મ પર ઉત્સવ !!

બદલતા સમાજીક વાતાવરણમાં પુત્રીઓનો જન્મ થતા ઉત્સવની નવી પરંપરા શરૂ થઈ ચુકી છે. પણ ગુજરાત સ્થિત વાડિયા ગામમાં આ ખૂબ જૂની પરંપરા છે. એટલા માટે નહી કે ત્યા મહિલાઓને સન્માન આપવામાં આવે છે. પણ એ માટે કારણ કે મોટી થઈને તે વેશ્યાવૃત્તિની પ્રથાને આગલ વધારવાની છે. 
આ ગામમાં જન્મેલી અને વેશ્યાવૃત્તિના કીચડમાંથી ખુદને બચાવવામાં સફળ રહેલી સોનલને બાર વર્ષની વયે એક ગ્રાહક પાસે મોકલવામાં આવી.  બીબીસી સાથે વાત કરતા વીસ વર્ષની સોનલ બતાવે છે કે જ્યારે મને પહેલીવાર કોઈ ગ્રાહક પાસે મોકલવામાં આવી તો એ સમયે મારી વય માત્ર 12 વર્ષની હતી. એ દરમિયાન મને ખબર નહોતી કે શુ કરવાનુ છે.  બસ એટલુ જાણતી હતી કે મા એ કહ્યુ છે એ કરવાનુ છે. કારણ કે બાળપણથી તે માતાને પણ આવુ જ કરતી જોતી આવી હતી. 
 
સોનલે જણાવ્યુ કે તે ત્રીજા ધોરણ પછી શાળામાં ગઈ જ નથી. સોનલ ઉપરાંત ગામમાં તેના વયની બધી યુવતીઓ જુદા જુદા ગ્રાહકોને ખુશ કરવાનુ કામ કરતી હતી.  
 
સોનલ બતાવે છે કે મારો પણ જન્મ એક એવા ઘરમાં થયો જ્યા મા ને ખબર નથી કે મારા પિતા કોણ છે ? કારણ કે મારી માતાના અનેક લોકો સાથે સંબંધ હતા.
 
સોનલના બે નાના ભાઈ પણ છે અને સોનલે બધાનુ પાલન પોષણ કરવા માટે એ જ કર્યુ જે તેની મા કરતી હતી. સોનલની જીંદગી પણ કદાચ પોતાની માતાની જીંદગીની જેમ વીતી જતી પણ એ દરમિયાન તેની મુલાકાત અનિલ નામના ગ્રાહક સાથે થઈ. 
 
સોનલના મુજબ અનિલ દર અઠવાડિયે મારી પાસે આવતો હતો.  અમારી વચ્ચે વાતો થતી હતી અને અમને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. ઘરના લોકો અમારી વિશે જાણતા હતા પણ તેઓ કશુ કહેતા નહોત કારણ કે તે એમને ખૂબ પૈસા આપતો હતો. સોનલે જણાવ્યુ કે આ દરમિયાન એક મોટી વયનો શ્રીમંત ગ્રાહક આવ્યો જે મને ખુદની પાસે રાખવા માંગતો હતો. તેથી ઘરના લોકોએ સોનલ પર અનિલ સાથે સંબંધ તોડવાનુ દબાણ બનાવ્યુ. 
 
સોનલ કહે છે, "હુ અનિલની સાથે ત્યાથી ભાગીને અમદાવાદ આવી ગઈ. ત્યારબાદ અમે કોર્ટમાં લગ્ન કરી લીધા. મારા આ પગલાથી ગામમાં ખૂબ હંગામો થયો. ઘરના લોકો ઈચ્છતા હતા કે હુ પરત જઉ. કારણ કે મારા ઘંધાથી ઘર ચાલતુ હતુ. 
 
વાડિયાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ યુવતીએ લવ મેરેજ કર્યા હતા. દલાલોને ભય હતો કે સોનલની જેમ જો બીજી યુવતીઓ પણ ભાગવા માંડી તો ગામમાં ધંધો કરવો મુશ્કેલ થઈ જશે.  દલલઓએ સોનલને કોઈપણ રીતે (જીવતી કે મરેલી) ગામમાં પરત લાવવાનુ નક્કી કરી લીધુ. સોનલની જીંદગીમાં ફરી એકવાર તોફાન આવ્યુ જ્યારે તેને જાણ થઈ કે અનિલ પરણેલો છે. 
 
સોનલના મુજબ અનિલ મને પ્રેમ કરતો હતો અને આ ધંધામાંથી બહાર કાઢવા માંગતો હતો તેણે મારી સાથે લગ્ન કર્યા. તેની પત્ની તેનાથી જુદી તો રહેતી હતી પણ તેણે છુટાછેડા આપ્યા નહોતા.  સોનલ કહે છે કે અનિલની પ્રથમ પત્નીને મારા અને તેના સંબંધોથી કોઈ વાંધો નહોતો. પણ મને કોઈની બીજી પત્ની કહેવડાવવુ સારુ લાગતુ નહોતુ. 
આ જ પરિસ્થિતિમાં એક સહાયતા સંસ્તહ વિચરતા સમુહ સમર્થન મંચ ની મિત્તલ પટેલે સોનલ સાથે સંપર્ક કર્યો. મિત્તલે બીબીસીને જણાવ્યુ કે "વાડિયામા આ વ્યવસાયને રોકી નથી શક્તા. કારણ કે ત્યા દલાલોનો ભય રહે છે.  હુ ત્યા સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા સ્તર પર લાંબો સમય સુધી કામ કરીને લોકોનો વિશ્વાસ જીતી ચુકી છુ." 
 
મિત્તલ મુજબ ગામમા લગભગ 90 પરિવાર પોતાની દીકરીઓને આ ધંધાથી બચાવીને ભણાવી રહ્યા છે.  ગામમાં પહેલીવાર 2012માં લગ્ન કરાવવામાં આવ્યા અને ત્યા પરણેલી સ્ત્રીઓ પાસે તેમના પતિ ધંધો નથી કરાવતા.  હાલ સોનલ, મિત્તલની મદદથી બ્યુટી પાર્લરનુ કામ સીખી રહી છે. તે અનિલને પ્રેમ કરે છે પણ તે અનિલની બીજી પત્ની તરીકે રહેવા નથી માંગતી. 
 
સોનલની મા અને તેની માસે તેને પરત બોલાવી રહ્યા છે પણ સોનલ હવે વેશ્યાવૃત્તિના ધંધામાં જવા નથી માંગતી.  મિત્તલ બતાવે છે 'સોનલને દલાલોથી ખતરો હતો. તેથી ત્યાના એક પત્રકારની મદદથી સોનલ તરફથી પ્રધાનમંત્રીને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો. દિલ્હીથી આ પત્રનો જવાબ આવ્યો અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રાલયે સોનલની સુરક્ષાની જવાબદારી લીધી.'
 
સોનલનુ કહેવુ છે કે 'ગામમાં બાર  વર્ષની યુવતીને અનેકવાર એક જ દિવસે 30-35 ગ્રાહકો પાસે જવુ પડે છે અને ગર્ભપાત જ એવી સમસ્યાયો તો અહી સામાન્ય વાત છે. કોઈને ગમી ગઈ તો તેને પોતાની પાસે રાખી લે છે અને તેના પરિવારને દર મહિને પૈસા આપે છે.' 
 
સોનલ મુજબ 'અનેક યુવતીઓ ગામમાં જ લગ્ન કર્યા પછી ફરીથી ધંધો કરતી નથી. મારુ અને મારી માસીનુ ઘર ચલાવવા માટે હુ પણ મહિનામાં 30000 કમાવી લેતી હતી.' 
 
સોનલ ઈચ્છે છેકે ગામમાં નાની વયની યુવતીઓ આ કામ ન કરે.  તેમને ખબર પણ નથી હોતી કે તેમની સાથે શુ થઈ રહ્યુ છે. સોનલ મુજબ હુ મારા પગ પર ઉભી થઈ જઈશ પછી તેમની મદદ કરીશ. 
 
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ બીબીસીને જણાવ્યુ કે 'સોનલનો આ કિસ્સો છાપાઓમાં છપાયો હતો. પણ આ ખુલ્લા પત્રમાં લખેલા કડવા સત્યએ સમાજ અને વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ચીંધી દીધા.' પોલીસ કમિશ્નર અને બાકી અધિકારીઓ મુજબ સોનલને ચુસ્ત સુરક્ષા હેઠળ રાખવામાં આવી છે. 
 
પ્રદીપ આગળ કહે છે કે 'ગૃહમંત્રી અને આ સમાજનો ભાગ હોવાથી મારી જવાબદારી છે કે એ ગામમાં વેશ્યા વ્યવસાયમાં ફસાયેલી દરેક પુત્રીને ખુદનુ જીવન જીવવાની તક મળવી જોઈએ.' તેમનુ કહેવુ છે, 'પોલીસ વિભાગની સમાજ સુરક્ષા સમિતિ દ્વારા અમે વાડિયામા રોજગારના નવા વિકલ્પ લોકોની માનસિકતામાં ફેરફાર અને પુનર્વાસ પર કામ કરવા માંગીએ છીએ.'
 
સદીયોથી સમાજીક અભિશ્રાપ સહન કરી ચુકેલી દીકરીઓના જન્મ પર ભલે ઉત્સવનો અધ્યાય શરૂ થઈ ગયો હોય પણ સોનલ જેવી બીજી ન જાણે કેટલી દીકરીઓ છે જેમને એ નથી ખબર કે તેઓ પોતાની દીકરી હોવાનો ઉત્સવ મનાવે કે નહી.