ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. ધર્મ
  2. તહેવારો
  3. નાતાલ (મેરી ક્રિસમસ)
Written By
Last Updated: ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (12:10 IST)

Christmas નાતાલના અવસરે વૃક્ષને શા માટે સજાવીએ છે, આ ટ્રેન્ડ ક્યાંથી શરૂ થયો અને ભગવાન ઇસુના જન્મ સાથે તેનો શું સંબંધ છે?

ક્રિસમંસઓ નામ આવતા જ બે વાત મગજમાં આવે છે પ્રથમ સેંટા ક્લૉઝ અને બીજી ક્રિસમસ ટ્રી અ સેલિબ્રેશનના અવસર પર ક્રિસમસ ટ્રીન શા માટે શણગારવામાં આવે છે પણ ક્યારે વિચાર્યુ છે તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. ક્રિસમસ ટ્રીને ઈશ્વરની તરફથી આપેલ લાંબી ઉમ્રના આશીર્વદના રૂપમાં જોવાય છે. માન્યતા છે કે આ જે ઘરમાં સજાવીએ છે ત્યાં બાળકોની ઉમ્ર લાંબી હોય છે. 
 
હિસ્ટ્રી ડૉટ કૉમની રિપોર્ટ પ્રમાણે ક્રિસમસ ટ્રીનો પ્રચલન 16મી શતાબ્દીથી જર્મનીમાં શરૂ થયો હતો. ક્રિસમસના અવસર પર ફર ટ્રીને શણગાર કરાવાય છે. આ ટ્રીને સામાન્ય ભાષામાં સનોબર પણ કહે છે. સેલિબ્રેશનના દિવસે આટ્રીને લોકો ઘરની બહાર લટકાવતા હતા. જે લોકો ગરીબ હોય છે જે આ ઝાડને નહી ખરીદી શકતા તે પિરામિડ આકારની લાકડીને શણગારતા હતા. 
 
ક્રિસમસ ટ્રીમાં ખાવાની વસ્તુઓ રાખવાનો રિવાજ પણ જર્મનીથી શરૂ થયો હતો. તેને ઘણા પ્રકારની વસ્તુઓથી શણગારવામાં આવતુ હતું. જેમ કે સોનાના વર્કમાં સફરજનને બાંધીને તેના પર લટાકાવાય છે. તે સિવાય તેને સજાવવા માટે જીંજરબ્રેડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ધીમે ધીમે તેને સજાવવામાં અનેક પ્રકારની વસ્તુઓનો સમાવેશ થતો ગયો. 
 
ધીરે ધીરે આ પરંપરા અન્ય દેશોમાં ફેલાઈ ગઈ. તેની પ્રેક્ટિસ 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં શરૂ થઈ હતી. અહીંથી ક્રિસમસ નિમિત્તે વૃક્ષોને સજાવવાનો ટ્રેન્ડ આખી દુનિયામાં શરૂ થયો હતો. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રીનો સંબંધ ભગવાન ઇસુના જન્મ સાથે છે. ઘણા અહેવાલોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 
 
એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન ઇસુનો જન્મ થયો હતો, ત્યારે તેમના માતા-પિતા મેરી અને જોસેફને અભિનંદન આપનારાઓમાં દૂતો પણ હતા. જેણે તારાઓથી પ્રકાશિત સદાબહાર ફિર વૃક્ષ રજૂ કર્યું. ત્યારથી, ક્રિસમસ ફિર ટ્રીને ક્રિસમસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે.