સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Modified: આઇઝોલ: , મંગળવાર, 7 નવેમ્બર 2023 (09:46 IST)

Mizoram Election Voting Live: તમામ 40 બેઠકો પર મતદાન ચાલુ, આજે 174 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય

Mizoram elections
Mizoram elections
આજે મિઝોરમની 40 વિધાનસભા બેઠકોના મતદારો તેમના પ્રતિનિધિઓને પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. મિઝોરમના તમામ 1,276 મતદાન મથકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે
 
મિઝોરમ રાજ્યની સ્થાપનાથી આજ દિન સુધી એમએનએફ અને કૉંગ્રેસના હાથમાં જ રાજ્યની સત્તાની ધુરા આવતી રહી છે.


અમને સરળતાથી બહુમતી મળી જશેઃ જોરામથાંગા
મિઝોરમ ચૂંટણી સીએમ અને MNF પ્રમુખ જોરામથાંગાએ કહ્યું, 'સરકાર બનાવવા માટે 21 સીટોની જરૂર છે. અમને આશા છે કે અમે આનાથી વધુ, કદાચ 25 કે તેથી વધુ બેઠકો મેળવી શકીશું. મને લાગે છે કે આપણે ઘણું સરળતાથી હાંસલ કરીશું.
 
જોરામથાંગાએ કહ્યું, અમે સરકાર બનાવી શકીશું
મિઝોરમ ચૂંટણી સીએમ અને MNF પ્રમુખ જોરામથાંગાએ કહ્યું, 'કોવિડ જે સમગ્ર વિશ્વને પરેશાન કરી રહ્યું છે તેની સામે પણ અમે સારી રીતે લડ્યા અને મિઝોરમમાં ઘણા વિકાસ કાર્યો કર્યા. તેથી, હું માનું છું કે અમે જે કામ શરૂ કર્યું છે તેને ચાલુ રાખવા માટે અમે સરકાર બનાવી શકીશું...'


જોકે, રાજ્યની રાજકીય બાબતોના જાણકારો માને છે કે કૉંગ્રેસના ભૂતપૂર્વ કદાવર નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી લાલ થાનવાલાએ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ ‘ગ્રાન્ડ ઑલ્ડ પાર્ટી’ ‘આંતરિક વિવાદો’ને કારણે ‘નેતાગીરીની કટોકટી’ની સ્થિતિ અનુભવી રહી છે. રાજ્યની વધુ એક પાર્ટી ઝોરમ પીપલ્સ મૂવમૅન્ટ અને મિઝો નૅશનલ ફ્રન્ટ વચ્ચે આ વખત ‘ખરાખરીનો જંગ’ જામ્યો હોવાનું મનાય છે.
 
મિઝોરમની વાત કરીએ તો એમએનએફના વડપણવાળી રાજ્ય સરકાર રાજ્યમાં મ્યાનમાર, બાંગ્લાદેશ અને મણિપુરના રૅફ્યૂજી અને આંતરિક શરણાર્થી મુદ્દે અને મિઝો સબ-નૅશનલિઝમ મુદ્દે પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે. આ સિવાય એમએનએફ કોવિડ-19ની મર્યાદાઓ છતાં રાજ્યમાં થયેલા વિકાસલક્ષી કાર્યો પર ભાર આપી ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી રહ્યો છે.
 
જ્યારે વિપક્ષ દ્વારા રાજ્ય સરકારે પાંચ વર્ષના કાર્યકાળમાં પોતાની ટોચની યોજનાઓ મામલે કરેલા વાયદા પૂરા ન કર્યા હોવાના આરોપ મૂક્યા છે. જેમાં રાજ્યના સામાજિક-આર્થિક વિકાસ, ફ્લાયઓવરનું બાંધકામ, સારા રોડ-રસ્તા સહિતના મુદ્દા સાથે સંબંધિત ટીકા સામેલ છે.
 
મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરમથંગાની પાર્ટી મિઝોરમ નૅશનલ ફ્રન્ટની કેન્દ્રમાં શાસક ગઠબંધન નેશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સમાં સામેલ થવા બદલ ટીકા પણ કરાય છે. નોંધનીય છે કે મિઝોરમમાં ખ્રિસ્તી સમુદાય બહુમતીમાં છે.
મુખ્ય મંત્રી ઝોરમથંગાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનની વિપરીત મ્યાનમારના હજારો ચીન રૅફ્યૂજીને આશ્રય આપ્યો છે.
 
 
નોંધનીય છે કે મુખ્ય મંત્રી ઝોરમથંગા  કહ્યું હતું કે તેઓ ચૂંટણીપ્રચારમાં ‘જો વડા પ્રધાન આવશે તો તેઓ તેમની સાથે મંચ શૅર નહીં કરે.’
 
આ વખત ભૂતપૂર્વ આઈપીએસ ઑફિસર લાલડુહોમાના વડપણવાળો પક્ષ ઝોરમ પીપલ્સ મૂવમૅન્ટ (ઝેડપીએમ) રાજ્યના સત્તાધારી પક્ષ એમએનએફ સામે ‘મજબૂત પડકાર’ મૂકી શકે છે. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ ઝેડપીએમે વિધાનસભાની ચૂંટણીમાં આઠ બેઠકો મેળવી કૉંગ્રેસને ત્રીજા ક્રમે ધકેલી દીધી હતી.