શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2023 (13:07 IST)

Chhattisgarh Election Voting Live: છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, જાણો દરેક અપડેટ

Chhattisgarh Election
Chhattisgarh Election
Chhattisgarh Election Voting Live upadate - મંગળવારે મિઝોરમ-છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના મતદાનની શરૂઆત સાથે એક મહિના સુધી પાંચ રાજ્યોમાં ચાલનારા ‘ચૂંટણીજંગ’નું બ્યુગલ ફૂંકાઈ ગયું. આ ચૂંટણીઓ એટલા માટે પણ મહત્ત્વની છે, કારણ કે તેને ‘લોકસભાની ચૂંટણીનું સેમિફાઇનલ’ ગણાઈ રહી છે.
 
મિઝોરમની તમામ 40 અને છત્તીસગઢની પ્રથમ તબક્કાની 20 વિધાનસભા બેઠકો માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. મિઝોરમમાં શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) અને છત્તીસગઢની શાસક પાર્ટી કૉંગ્રેસે આ વખતેય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
 
નોંધનીય છે કે આ તબક્કા બાદ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યોનાં ચૂંટણીપરિણામો એક સાથે 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનાં છે.

રાજ્યના નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગ અને રાજનાંદગાંવ સહિત અન્ય ચાર જિલ્લાઓમાં 20 બેઠકો પર મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મતદાનના પ્રથમ તબક્કામાં રાજ્યના 40,78,681 મતદારો
223 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ
અને બસ્તરના સાંસદ દીપક બૈજ, કોંગ્રેસ સરકારના ત્રણ મંત્રીઓ, ભાજપના ચાર પૂર્વ મંત્રીઓ અને એક પૂર્વ
IAS અધિકારીનો સમાવેશ થાય છે.

કરીગુંડમ વિસ્તારમાં 23 વર્ષ બાદ મતદાન
નક્સલ પ્રભાવિત કરીગુંડમ વિસ્તારમાં 23 વર્ષ બાદ મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા CRPF 150 બટાલિયન અને જિલ્લા દળના સુરક્ષા કવચ હેઠળ થઈ રહી છે

ભાજપના ઉમેદવારે નારાયણપુરથી કર્યું મતદાન 
નારાયણપુરના ભાજપના ઉમેદવાર કેદાર કશ્યપે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023 માટે ભાનપુરી વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 212 પર પોતાનો મત આપ્યો