મારો નાનો ભાઈ ચોક્કસ વડાપ્રધાન બનશે: મોદીના મોટાભાઈ સોમાભાઈ
P.R
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષની લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાનપદના પ્રબળ ઉમેદવાર ગણાય છે. આ વખતે તેઓ વારાણસી અને વડોદરાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સંજોગોમાં આખા દેશની સાથેસાથે તેમના પરિવારજનોને પણ ખાતરી છે તે આ વખતે તેમના પરિવારનો લાડકો પુત્ર નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી લાંબા સમયથી તેમના પરિવારથી અલગ રહે છે પણ આમ છતાં તેમના પરિવારના તેમની સાથે લાગણીના તાર જોડાયેલા છે.
હાલમાં વડોદરા ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી આવ્યા હતા ત્યારે તેમણે મોકળા મને પત્રકારો સાથે વાત કરી હતી. જ્ઞાતિના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે 'આ વખતે આખો દેશ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પર જોવા માંગે છે અને વડોદરાની જનતા મોદીને ઉત્સાહ થી વધાવી લે નાર છે. હું ટુંક સમયમાં મોદી માટે વડોદરામાં પ્રચાર કરવા આવીશ. મને ખાતરી છે મારો નાનો ભાઈ ચોક્કસ વડાપ્રધાન બનશે.'