બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભામાં મોદીની લહેર
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 10 એપ્રિલ 2014 (15:52 IST)

મોદીએ ચૂંટણી સોગંધનામામાં કબૂલ્યુ કે 'હું પરણેલો છુ" ભાઈ સોમાભાઈએ આપી સફાઈ

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધાવારે ચૂંટણી પંચની સામે દાખલ કરેલા સોંગદનામુંમા પોતે લગ્ન કરેલા છે તે જણાવીને આ ખુલાસો કર્યો છે કે તેમની પત્નીનું નામ જશોદાબેન છે. વડોદરા લોકસભા સીટને માટે બુધવારે પોતાના ઉમેદવારી પત્રની સાથે દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં મોદીએ પહેલીવાર પોતે લગ્ન કર્યા હોવાની વાત કહી છે. મોદી હજી સુધી પત્નીની જાણકારી આપવાવાળી કોલમને ખાલી છોડી દેતા હતા.
 
જો કે, 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીએ પોતાની પત્નીનું નામથી સંપત્તિની ઘોષણા કરનારી કોલમમાં લખ્યું હતું કે તેમને આ બાબતમાં કોઈ જાણકારી નથી. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સોંગદનામાને કલેકટરના ડિસપ્લે બોર્ડ પર રાતે લગાવ્યું.
 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે કહ્યું હતું કે મોદીએ લોકસભા ચૂંટણીને માટે પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે પોતાની લગ્નસંબંધમાં બાબતની સ્થિતિને સ્પષ્ટ કરવીજ જોઈએ.
 
ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરામાં ઉમેદવારી ભરતી વખતે જાહેર કરેલા સોગંદનામામાં પોતે પરિણિત હોવાનુ દર્શાવ્યુ છે. જેનાથી રાજકીય વિરોધીઓને ટિકા કરવાનો મોકો મળ્યો છે. આ પરિસ્થિતીમાં નરેન્દ્ર મોદીનાં મોટા ભાઇ સોમાભાઇ મોદીએ નિવેદન કરીને  નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો છે.
 
વાંચો શું કહ્યુ નરેન્દ્ર મોદીનાં મોટા ભાઇ સોમાભાઇ મોદીએ....
 
હું સોમભાઈ દામોદરદાસ મોદી મારા પરિવારની કેટલીક મહત્વની વાતો તમારા ધ્યાન પર લાવવા માંગુ છું..વડોદરા લોકસભાથી ચૂંટણી લડી રહેલા નરેન્દ્ર મોદી મારા નાના ભાઈ છે. સમાજસેવા માટે તેમજ રાષ્ટ્રસેવા માટે તેમણે પોતાના સંસારીક સુખનો ત્યાગ કરનારા ઘણા દાખલા આપણા સમાજમાં મળી આવે છે. દેશભક્તિ અને સમાજસેવાની અદમ્ય ઈચ્છાથી પ્રેરીત થઈને તેમણે બહુ નાની ઉંમરમાં ગૃહ ત્યાગ કર્યો હતો. સંપૂર્ણ સમાજ મારો પરિવાર છે ..તેવા વ્રત સાથે તેઓ આજે પણ સમાજસેવા અને સામાજીક હીતના કાર્યોમાં મગ્ન છે. આપના આશીર્વાદ અને ઈશ્વરની કૃપાના કારણે તેઓ આજે આ સ્થાન પર પહોંચ્યા છે.
 
મોદી આજે જે સ્થાને છે ત્યાં તેમના વાણીવ્યવહારની ચર્ચા સમાજમાં થવી સ્વાભાવિક છે. આજે આપની સામે મોદીના બાળપણની એક સત્ય હકીકત સામે લાવવુ હું મુનાસીબ સમજી રહ્યો છું. મારા પૂરા પરિવાર તરફથી દેશવાસીઓને હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છું કે મોદીના બાળપણની અને આજથી 40 વર્ષ પૂર્વેની ઘટનાને આજે તેમના પદ અને પ્રતિષ્ઠાના આધારે મુલ્યાંકન ના થાય તેવી વિનંતી છે.
 
આજથી 40 વર્ષો પહેલા મારા માતા પિતા,પાંચ ભાઈઓ અને એક બહેન સાથે જીવન વ્યતીત કરી રહેલો મારો પરિવાર બહુ સાધારણ અને ગરીબ હતો. અમે તે વખતે સામાજીક, શૈક્ષણિક અને આર્થિક રુપથી પછાત અને સમાજના રુઢીચુસ્ત બંધનોમાં જીવવા ટેવાયેલા હતા. પછાત સ્થિતિમાં જીવતા હોવાના કારણે તે વખતે અમારા પરિવારમાં શિક્ષણ  નામ માત્રનુ હતુ. સમાજના કુરિવાજોની વચ્ચે જીવતો અમારો પરિવાર આ પ્રકારની પરંપરાઓથી પ્રભાવિત હતો. અમારા તમામ ભાઈ બહેનો વચ્ચે નરેન્દ્રભાઈની દીનચર્યા, રુચિ, પ્રવૃત્તિઓ અલગ હતી.દેશસેવામાં તેમની રુચી હતી તે તો અમારા ધ્યાનમાં આવતુ હતુ પરંતુ દેશસેવાની ભાવના આટલી તીવ્ર હશે તેનો અંદાજ પરિવારમાં કોઈ લગાવી શક્યુ ન હતુ.
 
અમારા માતા પિતા વધારે ભણેલા ન હતા.માટે તેમને નરેન્દ્રભાઈ તેમના બીજા સંતાનો જેવા જ લાગતા હતા. એ જમાનાની સ્થિતિઓના આધારે અમારા માતા પિતા અમારુ ભરણ પોષણ કરતા હતા અને એ જ પરિપ્રે્ક્ષ્યમાં અમારા માતા પિતાએ નાની ઉંમરમાં નરેન્દ્રભાઈના લગ્ન કરાવ્યા હતા. નરેન્દ્રભાઈ માટે દેશસેવા જ એકમાત્ર ધ્યેય હતો અને તેઓ તમામ સંસારીક સુખનો ત્યાગ કરીને તેઓ ઘર છોડીને જતા રહ્યા હતા.. જશોદાબેન ચિમનભાઈ મોદી સાથે બાળઅવસ્થામાં કરવામાં આવેલા લગ્ન માત્ર એક ઔપચારિક વિધિ બનીને રહી ગયો હતો.કારણકે નરેન્દ્રભાઈએ તે જ દિવસોમાં ગૃહત્યાગ કરી દીધો હતો. આજે 50 વર્ષ પછી પણ નરેન્દ્રભાઈ પરિવાર સાથેથી અલિપ્ત છે. જશોદાબેન પણ પોતાના પિતાના ઘર પર રહીને શિક્ષણના ક્ષેત્રમાં કાર્યરત રહીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે.
 
નરેન્દ્રભાઈએ તપસ્યાપૂર્ણ જીવન પસાર કર્યુ છે અને કરી રહ્યા છે.આજે આપણે બધાએ સ્વીકાર કરવો પડશે કે અમારાથી વધારે દેશના લોકો નરેન્દ્રભાઈને જાણે છે. વર્ષો પહેલાની આ ઘટનાને ગરીબ તેમજ રુઢીવાદી પરિવારની તત્કાલીન સ્થિતિના સંદર્ભમાં જ જોવામાં આવે તેવી અમારી પ્રાર્થના છે.