બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મધર્સ ડે
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (17:04 IST)

માતૃપ્રેમ કવિતા - જનનીની જોડ સખી નહીં જડે રે લોલ....

Memorable pictures with Modi's mother
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
 
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ