1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો

એક : ધ પાવર ઑફ વન

એક : ધ પાવર ઑફ વન
નિર્માતા : કે સેરા સેરા. ઘરમ ફિલ્મ
નિર્દેશક : સંગીત સિવ
કલાકાર : બોબી દેઓલ, શ્રેયા સરન, નાના પાટેકર, ચંકી પાંડે.

બૉબી દેઓલની ફિલ્મો ભલે બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ ન કરી શકી હોય પણ નિર્માતા-નિર્દેશકો વચ્ચે તેમની માંગ બનેલી છે. જૂન-જુલાઈ અમે ઓગસ્ટ મહિનામાં તેમની ચાર-પાંચ ફિલ્મો રજૂ થવાની છે. તેમની આવનારી ફિલ્મ છે -“એક - ધ પાવર ઑફ વ” ની સ્ટોરી આ પ્રકારની છે.

નંદૂ(બૉબી દેઑલ) એક સારો માણસ છે. પણ પરિસ્થિતિયોનો માર્યો છે. તેની પર એક નેતાના હત્યાનો આરોપ લાગી જાય છે., જે તેણે કરી જ નથી હોતી. તે પોલિસથી બચવા ભાગતો ફરે છે.

એક દિવસ પોલીસ તેની પાછળ પડી જાય છે. અને તે તેમનાથી બચીને એક રેલના ડબ્બામાં ચઢી જાય છે. રેલમાં તેની મુલાકાત શેખર નામના એક વ્યક્તિ જોડે થઈ જાય છે. શેખર પોતાના સગાંના લગ્નમાં જવાં માટે લગભગ ચૌદ વર્ષ પછી પોતાની ઘેર પરત ફરી રર્હ્યો હોય છે. શેખર પોતાના વિશે અને પોતાના પરિવાર વિશે બધી જાણકારીઓ નંદુને આપી દે છે.

અચાનક ટ્રેનમાં પોલીસ આવી જાય છે. અને નંદૂને જોઈ લે છે. નંદુ ભાગે છે તો પોલીસ ગોળી ચલાવે છે. નંદૂ અને ગોળી ની વચ્ચે શેખર આવી જાય છે. નંદૂનો જીવ તો બચી જાય છે પણ શેખર માર્યો જાય છે. નંદુને ખૂબ દુ:ખ થાય છે. એ શેખરનો બધો સામાન તેના ગામ લઈ જાય છે જેથી કરીને આ દુ:ખ ભર્યા સમાચાર તેમા ઘરવાળાંઓને આપી શકે.

શેખરના પરિવારવાળાં પણ નંદૂને જ શેખર સમજી લે છે. તેઓ તેની સાથે પોતાની બધા સુખ વહેંચે. છે. નંદૂની પણ હિમ્મત નથી થતી કે તે તેમણે શેખરના વિશે બતાવી શકે.ગામનીજ એક છોકરી પ્રીત (શ્રેયા સરન)પણ નંદૂને શેખર સમજીને પ્રેમ કરવાં માંડે છે.

આ દરમિયાન નંદૂને પકડવાની જવાબદારી સીબીઆઈ ઈંસપેક્ટર રાણે(નાના પાટેકર)ને આપવામાં આવે છે. રાણે અત્યંત હોશિયાર વ્યક્તિ છે.
શું રાણે નંદુને પકડી શકશે ?

શું નંદુ શેખરના પરિવારને તેની મોત વિશે બતાવી શકશે ?
શું નંદુ અસલી હત્યારાને પકડી શકશે ?
પ્રીતનું શું થશે ? જ્યારે તેને ખબર પડશે, જેણે તે શેખર સમજી રહી છે તે શેખર નહી નંદૂ છે. ?

આ બધા સવાલોનો જવાબ મળશે “ એક - ધ પાંવર ઑફ વન “ માં.
About Writer
સમય તામ્રકર