બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2024 (13:54 IST)

'Crew' Movie Review: કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનનની તિકડીએ કરી કમાલ

'Crew' Movie Review 2024: ફિલ્મ નિર્દેશક રાજેશ કૃષ્ણન આ વખતે બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનનની તિકડી સાથે ટ્રિપલ ફન લઈને આવ્યા છે.  તમે આ ફિલ્મ એક વખત જોઈ શકો છો જ્યા તમે બોરિયત નહી અનુભવો. 
 
છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડની અભિનેત્રીઓ ફિલ્મોમાં કમાલ કરી રહી છે. હવે ફિલ્મોમાં એક્શન ફક્ત હીરોના ખભા પર નહી પણ અભિનેત્રીઓને પણ તેની જવાબદારી આપવામાં આવી રહી છે. હવે બોલીવુડ અભિનેત્રીઓ ફક્ત પ્રેમ, મોહબ્બત અને રોમાંસ વચ્ચે જ અટકીને રહી નથી ગઈ અને તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ છે રાજેશ કૃષ્ણનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ક્રૂ, જી હા આ ફિલ્મનો કોઈ હીરો નથી પણ બોલીવુડની ત્રણ જાણીતી અભિનેત્રીઓ કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન લીડ કરતી જોવા મળી રહી છે. 
 
 એક શબ્દમાં જો કહેવામાં આવે તો આ ફિલ્મ કમાલની છે. છેલ્લા કેટલાક સમયથી દર્શક પણ સતત આ ફિલ્મ રજુ થવાની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે છેવટે આજે સિનેમઘરોમાં રજુ થઈ ચુકી છે. આ ફિલ્મમાં કરીના, કૃતિ સેનન, તબ્બુ, કપિલ શર્મા, દિલજીત દોસાંઝ અને કુલભૂષણ ખરબંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 
 
 ફિલ્મમાં તબ્બૂ ગીતા સેઠી - ઈન ફ્લાઈટ સુપરવાઈઝર, કોહીનૂર એયરલાઈંસ, કરીના કપૂર જેસ્મીન કોહલી - સીનિયર ફ્લાઈટ અટેડેંટ, કૃતિ સેનન દિવ્યા રાણા - જૂનિયર ફ્લાઈટ એટેડેંટ, દિલજીત દોસાંઝ જય સિંહ રાઠોડ - સબ ઈંસ્પેક્ટર, સીબીઆઈ, કપિલ શર્મા 'અરુણ સ્પેશલ ગેસ્ટ અપીયરેંસ, રાજેશ શર્મા પૃથ્વીરાજ્જ મિત્તલ, કોહિનૂર એયરલાઈંસના સીએફઓ અને સાસ્વતા ચટર્જી વિજય વાલિયા - કોહિનૂર એયરલાઈંસના અધ્યક્ષના પાત્રમાં જોવા મળી રહ્યા છે.  
 
ફિલ્મમાં ગીતા, જેસ્મીન અને દિયા, વિજય વાલિયાના કોહિનૂર એયરલાઈંસમાં કામ કરે છે. તીતા પોતાના પતિ અરુણ સાથે રહે છે જે થોડી આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. બીજી બાજુ જેસ્મીન પોતાના નાનાજી (કુલભૂષણ ખરબંદા) સાથે રહે છે. જ્યારે કે દિવ્યા હરિયાણાની ટોપર રહી ચુકી છે અને તેનુ સપનુ પાયલોટ બનવાનુ છે. પણ હાલ તે ફક્ત એક એયર હોસ્ટેસ છે. ટૂંકમાં કહેવા જઈએ તો આ ત્રણેય આર્થિક તંગીનો સામનો કરી રહી છે. 
 
આ દરમિયાન એયરલાઈંસના એક સીનિયર રાજવંશીનુ ફ્લાઈટમાં મોત થઈ જાય છે અને એ ત્રણેય એયર હોસ્ટેસને તેમની ડેડ બોડી પાસે કેટલાક સોનાના બિસ્કિટ મળે છે.  આ સોનાના બિસ્કિટ જોઈને ત્રણેયનુ મન એકવાર તો જરૂર ડગમગી જાય છે પણ ત્રણેયમાંથી કોઈપણ એ સમયે બિસ્કિટ ચોરતા નથી. પણ જ્યારે ત્રણેયને જાણ થાય છે કે કોહિનૂર એયરલાઈંસ નાદાર થઈ ચુકી છે અને વિજય વાલિયા વિદેશ ભાગી ચુક્યો છે તો પછી ત્રણેય એયર હોસ્ટેસ સોનાના સ્મગલિંગમાં સામેલ થઈ જાય છે. ત્યારબાદ શુ થાય છે આ માટે તમારે આખી ફિલ્મ જોઈ પડશે અને જે માટે તમારે ટોકીઝમાં જવુ પડશે. 
 
ફિલ્મના નિર્દેશક રાજેશ કૃષ્ણન કંઈક નવુ લઈને આવ્યા છે. ઈન્ટરવલ સુધી તમને ખૂબ મજા આવશે, કારણ કે ફિલ્મમાં ઘણું બધું થતું જોવા મળશે અને ફિલ્મની ગતિ પણ ઘણી સારી હશે, પરંતુ બીજા ભાગમાં તમે થોડા નિરાશ થઈ શકો છો, કારણ કે ઘણું આના જેવી બાબતો અહીં ખૂબ જ ઝડપથી બનતી જોવા મળશે.એવું લાગશે કે જાણે ફિલ્મ ઝડપથી પૂરી થઈ રહી છે.
 
બાકી ફિલ્મના ગીત તો પહેલા જ સોશિયલ મીડિયા પર છવાય ગયા છે. જેને તમને મોટા પડદા પર જોઈને ખૂબ મજા આવશે. 
 
 'નૈના', 'ઘાઘરા' અને 'ચોલી કે પીછે'માં પોતાના શાનદાર સંગીતથી રંજોધ અને ભર્ગ તમારું દિલ જીતી લેશે, જેમાં દિલજીત દોસાંઝ અને બાદશાહના અવાજે તો જીવ ફુંક્યો છે. ટૂંકમાં કહેવ જઈએ તો તમે આ ફિલ્મ એકવાર જોઈ શકો છો, જ્યાં તમને કંટાળો નહીં આવે.