શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : સોમવાર, 17 ફેબ્રુઆરી 2020 (16:33 IST)

જેથી ડોનાલ્ડ ટ્રમ્પને દેખાય નહી... અમદાવાદ નગર નિગમ 500 ઝૂંપડપટ્ટી સામે બનાવી રહ્યુ છે 7 ફૂટ ઊંચી દિવાલ

ગુજરાતના અમદાવાદ નગર નિગમ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકને ઈન્દિરા બ્રિઝ સુધી જોડનારા માર્ગ સુધી એક દિવાલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ભારતના પ્રવાસ પર આવી રહેલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવવાના છે.   શક્યતા છે એક અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો માટે જે માર્ગ પર જશે એ જ માર્ગ પર આ વિસ્તાર આવે છે.   આ રસ્તાના કિનારે 500 ઝૂપડીઓ છે.  એવુ કહેવાય રહ્યુ છેકે ટ્રમ્પને અહીની ઝૂંપડીઓ દેખાય નહી એ માટે નગર નિગમ 7 ફીટ ઊંચી દિવાલ ઉભી કરી રહ્યુ છે. 
 
નગર નિગમ જે દિવાલનુ નિર્માણ કરી રહ્યુ છે એ અડધો કિલોમીટરથે વધુ લાંબી અને છ થી સાત ફીટ ઊંચી છે. અહી અમદાવાદ હવાઈ મથકથી ગાંધીનગરની તરફ જનારા રસ્તામાં છે મોટેરામાં હવાઅઈ મથક અને સરદરા પટેલ સ્ટેડિયમની આસપાસ સૌદર્યીકરણ અભિયાન હેઠળ દિવાલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. 
 
એએમસીના એક અધિકારીએ જણાવ્યુ કે લગભગ 600 મીટરના અંતર પર આવેલ સ્લમ ક્ષેત્રને કવર કરવા માટે 6-7 ફીટ ઊંચી દિવાલ ઉભી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પૌધારોપણ અભિયાન ચલાવાશે.  દસકો જૂના દેવ સરન કે સરનિયાવાસ સ્લમ એરિયામાં 500થી વધુ ઝૂંપડપટ્ટી છે અને લગભગ 2500 લોકો ત્યા રહે છે. એએમસી સૌદર્યીકરણ અભિયાન હેઠળ સાબરમતી રિવરફ્રંટ સ્ટ્રેચ વિસ્તારમાં ખજૂરના છોડ લગાવી રહી છે. 
 
આ જ રીતે સૌદર્યીકરણ વર્શ 2017માં અભિયાન જાપાનના પ્રધાનમંત્રી શિંજો આંબે અને તેમની પત્ની આંકી આંબેને બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યુ હતુ. તેઓ ભારત-જાપાનના 12મા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા.