ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:22 IST)

રૂપાણીએ ટ્રંપની નિર્ધારિત યાત્રાનું સ્વાગત કરતો વીડિયો ટ્વિટ કર્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની નિર્ધારિત અમદાવાદ યાત્રા પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે 'વિશ્વની સૌથી જૂના લોકતંત્ર 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર સાથે મળશે'' જ્યારે ટ્રંપ અહીં એક ક્રિકેટ સ્ટેડિયમમાં વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે એક મોટી સભાને સંબોધિત કરશે. વીડિયોને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી 'વોઇસ ઓવર' સાથે તૈયાર કરવામાં આવ્યો છે. 

 
આ વીડિયોને મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વડાપ્રધાન મોદી અને ટ્રંપ અહીં શહેરના મોટેરા વિસ્તારમાં નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીના રોજ ''નમસ્તે ટ્રંપ'માં સંબોધન નિર્ધારિત છે. આ કાર્યક્રમમાં 1.10 લાખ લોકોને સામેલ થવાની આશા છે. વિજય રૂપાણી દ્વારા ટ્વિટ કરવામાં આવેલા વિડીયોમાં 'વોઇસ ઓવર'માં કહેવામાં આવ્યું છે કે 'વિશ્વના સૌથી જૂના લોકતંત્ર 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા લોકતંત્રને મળશે. ગુજરાત વ્હાઇટ હાઉસ (અમેરિકામાં)થી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સુધીની આ ઐતિહાસિક યાત્રા સાક્ષી બનશે. તેનાથી અમેરિકા...ભારતના સંબંધ મજબૂત થશે. 
 
વીડિયોમાં 'હાઉડી, મોદી' કાર્યક્રમ વખતે વડાપ્રધાન મોદી અને ટ્રંપના ફોટા પણ છે જેનું આયોજન ગત વર્ષે અમેરિકામાં હ્યૂસ્ટનમાં થયો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું 'ડોનાલ્ડ ટ્રંપ અમદાવાદ આવનાર અમેરિકાના પહેલાં રાષ્ટ્રપતિ છે અને આપણા વડાપ્રધાન નરેંદ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ તેમની સાથે હશે. મજબૂત નેતૃત્વ, મજબૂત લોકતંત્ર.અ કાર્યક્રમ અનુસાર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પરથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી 22 કિલોમીટરનો રોડ શો કરશે. તે સ્ટેડિયમ જવાના રસ્તામાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ પણ જશે. ટ્રંપની ભારતની બે દિવસીય યાત્રા 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રંપ પણ હશે.