1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (10:29 IST)

ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત અભિવાદન કરવા ગુજરાત આતુર

Trumph In gujarat
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે. તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવ રૂપ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
 
તેમણે કહ્યું કે અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હી ને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે.
ગુજરાત આખુ અમેરિકી રાષ્ટ્ર પ્રમુખને આવકારવા તેમનું સ્વાગત અભિવાદન કરવા ઉમંગથી આતુર છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ હવાઈ મથકે આવશે ત્યારે તેમને તેઓ આવકારવાના છે તેમ જણાવતા વિજય રૂપાણીએ  રોડ શો ના યજમાન મુખ્ય મંત્રી અને સરકાર છે. તેની ભૂમિકા આપતા કહ્યું કે ટ્રમ્પ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એવા વિશ્વના બે શકિતશાળી નેતાઓનું સ્વાગત અભિવાદન એક ચિરંજીવ અને ઐતિહાસિક બની રહે તે માટે  એરપોર્ટ થી મોટેરા  સ્ટેડિયમ સુધીના માર્ગ પર રોડ શો  નરેન્દ્ર ભાઈ અને ટ્રમ્પની મૈત્રીના કારણે શક્ય બન્યો છે. દેશ ના વિવિધ પ્રાંતની સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે લોકો આ બે નેતાઓ ને આવકારી ભવ્ય અભિવાદન કરવાના છે.
 
મુખ્યમંત્રી એ કહ્યું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનવા જઈ રહ્યું છે અને નયા ભારત ના નિર્માણ માં અમેરિકા ના પ્રમુખ ની  આ યાત્રા મહત્વ પૂર્ણ બનશે. તેનો આરંભ ગુજરાતની ધરતી પર થી થવાનો છે તે સાડા છ કરોડ ગુજરાતીઓ માટે એક ગૌરવ રૂપ છે.
 
વિજય રૂપાણી એ જણાવ્યું કે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ગુજરાત ભરમાંથી લાખો લોકો  ઉપસ્થિત રહીને ડોનાલ્ડ ટ્રમ્પનું  અભિવાદન કરવાના છે જે તેમની અન્ય કોઈ દેશ ની યાત્રાનું ભવ્ય અભિવાદન હશે.