બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (12:54 IST)

નવસારીમાં પીએમ મોદીના આગમનને લઈને કડક સુરક્ષાની તૈયારીઓ, દિવ્યાંગોને કીટ અર્પણ કરાશે

અતુલ્ય ભારત યોજના અંતર્ગત દિવ્યાંગોને પગભર બનાવવા માટે અભિયાન હાથ ધરાયુ છે જેમાં નવસારી ખાતે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કીટ વિતરણ કરવામાં આવનાર છે જેની તડામાર તૈયારીઓમાં સમગ્ર તંત્ર સાબદુ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી નવસારી ખાતે તેમનો જન્મ દિવસ મનાવવા આવી રહ્યા છે. દિવ્યાંગોને કીટ વિતરણ સાથે ત્રણ વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યા છે ત્યારે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.દક્ષિણ ગુજરાતના 11  હજારથી વધુ દિવ્યંગો અને 1 લાખ જેટલા લોકો નરેદ્ર મોદીના દિવ્યાંગ કેમ્પ માં હાજર રેહશે.નરેન્દ્ર મોદી વિવિધ કીટો દિવ્યાંગોને અર્પણ કરશે જેમાં 931 ટ્રાઇસિકલ ,1388 વ્હીલચેર ,64 સીપી ચેર ,1784 હિઅરિંગ આઈપેડ ,3190 વિઝ્યુઅલ આઈપેડ ,2617 મેસીડકીટ ,953 ક્લેપર્સ અને પ્રોથેસીસ ,96 અધર્સ ,100 નેશનલ ટ્રસ્ટ ,100 એન એચ એફ ડી સી ,11223  ટોટલ નોબ વિતરણ કરશે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં થઇ રેહલ દિવ્યાંગ કેમ્પ અનેક વિશ્વ વિક્રમો સ્થાપશે. દિવ્યાંગો માટે નવી આશા લઈને આવેલ આ કેમ્પથી દિવ્યાંગોનો હોસલો બુલંદ થશે.  સમગ્ર શહેરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેમજ જીલ્લાની ચાર નગર પાલિકામાં LED લાઈટો લગાવાની કામગીરી કરી પાવર બચાવવાનો હિસાબ મોદીજીને આપવામાં આવશે. સાથે સાથે શહેરમાં રંગ રોગાન કરી રંગીલું શહેર બનાવાઈ રહ્યું છે. સમગ્ર શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઇ રહી છે જેને પગલે નવસારીમાં સુરક્ષા એજન્સીઓની ટુકડીઓ અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી રહી છે. જેમાં એસ.આર.પી., આરપી.એફ., આર.એ.એફ.ની સાથે સાથે સમગ્ર રેન્જની પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમજ દરિયાઈ માર્ગો પર મરીન અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ માર્ગ પર નજર રાખવામાં આવી રહી છે.