Narendra Modi - Everything you Want to Know | જાણો શું કરે છે નરેન્દ્ર મોદીનાં પરીવારનાં સભ્યો?
મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી પ્રથમવાર ગુજરાતમાં આવશે. તેમનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. મોદી પોતાની માતા હીરાબાનો આશીર્વાદ લેવા આવી રહ્યા છે. તેથી ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ જોશમાં છે. તો લોકો નરેન્દ્ર મોદી વિશે વધુને વધુ જાણવા ઉત્સુક છે.
નરેન્દ્ર મોદી અત્યારે તો માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ પ્રસિદ્ધ છે. પરંતુ નરેન્દ્ર મોદીના પરિવાર વિશે લોકો બહું ઓછા લોકો જાણે છે. આવો જાણીએ તેમના પરિવાર વિશે \\
P.R |
નરેન્દ્ર મોદીનો વડનગરમાં ઓબીસી પરિવારમાં થયો છે. તેઓ કુલ છ ભાઈ બહેનો છે. નરેન્દ્ર મોદીના પિતા વડનગરમાં ચાની કિટલી ચલાવતા હતા. નિમ્ન વર્ગના પરિવારના હોવા છતાં નરેન્દ્ર મોદી અને તેમના ભાઈ-બહેનોને સારૂ શિક્ષણ મળ્યુ છે. નરેન્દ્ર મોદીના માતા હિરાબા હાલ નરેન્દ્ર મોદીના નાનાભાઈ સાથે ગાંધીનગરમાં રહે છે
