શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Updated : બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (13:34 IST)

શુ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે ?

કેમરાની આંખો નરેન્દ્ર મોદીના ચહેરા પરથી જાણે હટતી જ નથી  મંત્રમુગ્ધનીજેમ તેનો પીછો કરતી  રહે છે. જેવુ કે તેમને અંદર કોઈ ચુંબકીય તત્વ ન જડ્યુ હોય.. નરેન્દ્ર મોદીના કહેવાયેલા એક એક શબ્દને મીડિયા માનસરોવરના હંસની જેમ મોતી સમજીને ચરતુ રહે છે.  એક એક વાત પર ચર્ચા એક એક સંકેત પર ચર્ચા. આવા વ્યાપક પ્રભાવક્ષેત્ર આવી અપાર લોકપ્રિયતા અને આટલી વિસ્તૃત ફોલોઈંગવાળો કોઈ બીજો ભારતીય નેતા નિકટ-સ્મૃતિમાં તો પહેલા હોય એવુ યાદ નથી. નરેન્દ્ર મોદીની વૈશ્વિક કીર્તિ અને સ્વીકૃતિએ પણ દેશમાં તેમની જનપ્રિયતાના મિથકમાં વધુ વધારો કર્યો છે. 
 
હકીકતમાં વર્તમાન સમયના સાધનોએ જે રીતે માત્ર ત્રણ ડગમાં જ દુનિયાને સમેટી લેવાની વિરાટ-ક્ષમતા આપણને આપી છે. તેની સામે આ પ્રકારનું કોઈ પણ સાર્વજનિક આકલન કરવુ હંમેશાથી જ દુષ્કર લાગે છે. આ ઠીક એ રીતે જે રીતે આપણે કહી કે શોલે બોલીવુડની સૌથી હિટ ફિલ્મ છે પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની તાજી લિસ્ટમાં આ ક્યાય જોવા મળતી નથી. એક કાલખંડના મિથકની તુલના બીજા સાથે કરતા એવી જ સમસ્યા આવે છે. અને હિટ ફિલ્મોમાં મામલે તો ચલો ફુગાવાના આંકડાને જોડીને એક આકલન કાઢી શકાય છે પણ બે ભિન્ન સમયમાં થયેલ બે વિપરિત વ્યક્તિત્વની લોકપ્રિયતાની તુલના કેવી રીતે કરવામાં આવે ?
 
આ વિચારવુ થોડુ વિચિત્ર લાગે છે કે જો આજે મહાત્મા ગાંધી કે જવાહરલાલ નેહરુ ફેસબુક કે ટ્વિટર પર હોત તો તેમના કેટલા ફોલોઅર્સ રહેતા. શુ તેઓ પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે સતત ઓનલાઈન રહેતા ? શુ તેઓ પણ ટ્રોલિંગના શિકાર ન થતા ? અને શુ ટ્રોલિંગ અને ઈંટરનેટ એબ્યૂસિંગ તેમની લોકપ્રિયતામાં વધુ વધારો તો નહી કરતા ? સૂચના તકનીકના નવા યુગમાં બદનામીની પૂંજીનું ખૂબ મહત્વ છે. 
 
 
આજે નરેન્દ્ર મોદીને ટ્વિટર પર 1.8 કરોડ લોકો ફોલો કરે છે અને તે દુનિયાની બીજી સૌથી વધુ ફોલો કરવામાં આવનારી રાજકીય વ્યક્તિ છે. એક રીતે જોવા જઈએ તો આ દરરોજ 1.8 કરોડ લોકોને અનેકવાર સંબોધિત કરવા જેવુ છે. જ્યારે ગાંધી કે નેહરુ કોઈ સભાને સંબોધિત કરતા હતા તો ત્યા તેમને સાંભળવા માટે થોડાક હજાર લોકો જ હાજર રહેતા હતા. ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના અભાવમા તેમના યૂનિવર્સલ એક્સપોઝર નહોતુ રહેતુ.  અને ન તો એ જમાનાના નેતા પર્સનલ બ્રાંડિગ માટે કોઈ વ્યવસાયી એજંસીઓની સેવાઓ લઈ રહ્યા હતા. છતા પણ તેમની અથાગ લોકપ્રિયતા હતી. ફર્ક એટલો જ છે કે ફક્ત એ જમાનાની લોકપ્રિયતાના માપદંડ આજના સમયથી જુદા હતા તેથી આજના સમયમાં તેમની તુલના કરવી અર્થહીન છે. એટલુ જ નહી ઉલ્ટાનું  ફોલોઅર્સની સંખ્યાના આધાર પર લોકપ્રિયતા અને પ્રભાવશેલતાના આંકડા નક્કી કરી લેવા એક ભ્રમ સાબિત થઈ શકે છે. 
 
ભારત-વિભાજન અને ગાંધી વધ જેવી ત્રાસદીઓ છતા પં. જવાહરલાલ નેહરુના રાષ્ટ્રવ્યાપી લોકપ્રિયતા ભોગી. સત્રહ વર્ષ દેશ પર રાજ કર્યો અને મૃત્યુના ઉપરાંત જ તેમનુ સિંહાસન ખાલી થઈ શકે. આમ તો એવી કોઈ મિસાલ આજના સમયમાં રાષ્ટ્રીય રાજનીતિમાં નથી જોવા મળી.  પણ ઓછા જ લોકો જાણે છે કે સન 1952ના લોકસભા ચૂંટણી પહેલા નેહરુ પોતાની લોકપ્રિયતાને લઈને સંશંક્તિ થઈ ઉઠ્યા હતા અને અનેક સ્વર તેમના વિરોધમાં ઉભા થઈ ગયા હતા. એક બાજુ બાબા સાહેબ આંબેડકર હતા તો બીજી બાજુ શ્યામાપ્રસાદ મુખર્જી ત્રીજી બાજુ સી. રાજગોપાલાચારી ચોથી બાજુ રાજેન્દ્ર પ્રસાદ. 1950માં દિવંગત થયેલા સરદાર પટેલ સાથે નેહરુના મતભેદ તો જગજાહેર છે. 
 
ચૂંટણે પહેલા અસુરક્ષાની ભાવનાએ નેહરુને એટલા હતાશ કરી લીધા હતા કે તેઓ દેશાટન પર નીકળી પડ્યા. ત્યારે તેમને આખા દેશના ચક્કર લગાવ્યા અને ગામ ગામ શહેર શહેરમાં સભાઓને સંબોધિત કરી. સામાન્ય જનજીવન સાથે જીવંત સંપર્કને કરીને તેમનો આત્મવિશ્વાસ પરત ફર્યો અને તેમને આ વાતનો પણ આભાસ થઈ ગયો કે આજે તેમના કદનો કોઈ બીજો નેતા ભારતમાં નથી. જ્યારે ચૂંટણી પરિણામ આવ્યા તો એકબાજુ પરિણામો અંગેની શંકાઓ પણ દૂર થઈ ગઈ. બરાબર 62 વર્ષ પછી 2014ની ચૂંટણીમાં એવુ જ દેશાટન નરેન્દ્ર મોદીએ પણ કર્યુ હતુ. પણ આ વખતે એક એક સભાનું સજીવ પ્રસાર્ણ ટીવી મીડિયા પર કરવામાં આવ્યુ અને દેશના રાજનીતિક વાતાવરણમાં પૂરા બે મહિના માટે નરેન્દ્ર મોદીના સાઉંડવાઈટ્સ થી ભરાય ગયુ. નેહરુ નએ મોદીએ આ પ્રચાર અભિયાનો દરમિયાન જે લોકપ્રિયતાનુ જીવંત દર્શન કર્યુ હતુ તેમનુ મહત્વ સ્વંય તેમના માટે શુ હતુ ? કારણ કે મીડિયામાં તો બંનેના કવરેજમાં જમીન આસમાનનું અંતર છે અને નેહરુની 1952ની સભાઓની એક ઢંગની ક્લિપ પણ તમને યૂટ્યુબ પર નહી મળે. 
 
લાલ બહાદુર શાસ્ત્રી પાકિસ્તાન સામે જંગ જીતીને ચીન તરફથી મળેલી શર્મનાક હારની નિરાશાને મિટાવવામાં સફળ રહ્યા. જય જવાન જય કિસાન નો નારો લગાવનારા તેઓ ખુદ ખેડૂતો જેવા જ દેખાનારા પ્રધાનમંત્રી લોકોના દિલમાં ઘર કરી ગયા હતા. પણ સમય પહેલા મોતે તેમને આપણી પાસેથી છીનવી લીધા.  રામચંદ્ર ગુહાએ પોતાના એક લેખમાં આના પર મંથન કર્યુ કે જો લાલબહાદુર શસ્ત્રીએ નેહરુની જેમ 17 વર્ષ દેશ પર રાજ કરી લીધુ હોત તો શુ થતુ અને ત્યારે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસના પ્રથમ પરિવારની ભૂમિકા કેવી રહી હોત.  આપણા વર્તમન સંદર્ભમાં આપણે એવુ પણ પૂછી શકીએ કે ત્યારે તેમની લોકપ્રિયતાનો આલમ શુ હોત. આ જાણવાની હવે કોઈ રીત નથી. 
 
ઈંદિરા ગાંધી ગૂંગી ગુડિયાના રૂપમાં પ્રધાનમંત્રી બની હતી પણ 1971ની લડાઈ પછી લોખંડી મહિલાના રૂપમાં સ્થાપિત થઈ. કોંંગ્રેસની રાજનીતિમાં જે સમાજવાદી પૂર્વગ્રહની છાપ આજ સુધી જોવા મળી રહી છે તે ઈદિરા ગાંધીની જ દેન છે.  તેમના ગરીબી હટાવોન નારો વસ્તુત ગરીબીના રાજનીતિક પૂંજીના રૂપમાં દોહન કરવાની એક યુક્તિ પણ રહી છે. વંચિત મીડિયા વચ્ચે પણ ઈદિરા ગાંધીની અથાગ લોકપ્રિયતા રહી. આદિવાસીઓ મહિલાઓ વચ્ચે જઈને નૃત્ય કરવાની તેમની તસ્વીરો ત્યારે છાપાઓમાં ક્યારેક છપાતી હતી. 
 
કટોકટીએ ઈંદિરાની રાજનીતિક વારસાને હંમેશા માટે કલંકિત કરી નાખ્યુ. પણ જો કટોકટી ન હોત તો શુ ઈંદિરા ગાંધી દેશના ઈતિહાસની સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી કહેવડાવાની હકદાર નહોતી ? 1977ની ત્રાસદી પછી જે રીતે 1980માં દેશની જનતાએ ફરીથી તેમનુ રાજતિલક કર્યુ અને તેમની હત્યા પછી સહાનુભૂતિની જેવી લહેરમાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા તે ઈંદિરા ગાંધીની લોકપ્રિયતાના મિથકને વધુ ચોક્કસ કરે છે. 
 
રાજીવ ગાંધી એક તાજો ચેહરો લઈને રાજનીતિમાં આવ્યા હતા. સૌમ્ય છબિ ભવિષ્ય પર નજર યુવા નેતૃત્વ. 1989ના વર્ષ આવતા આવતા રાજીવ એ આભામંડળ શાહબાનો રામલલા અને મંડળ કમિશનની ત્રિવેણીમાં છિન્ન ભિન્ન થઈ ગયા. વીપી સિંહ એક જમાનામાં શુચિતાની રાજનીતિની કેટલી મોટી આશા હતા. જેમને એ યાદ છે તે આજે  તેમની તાઈદ કરી શકે છે. 
 
અટલ બિહારી વાજપેયી મંત્ર મુગ્ધ કરી દેનારી વકતૃતા શૈલીના નેતા હતા. વિપક્ષમાં પણ લોકપ્રિય. પણ પહેલા 13 દિવસ અને પછી 13 મહિનામાં પ્રધાનમંત્રીની ખુરશી ગુમાવીને અને પછી ગઠબંધન સહયોગીઓની મદદથી પાંચ વર્ષનો સમય પાર કરનારા અટલ બિહારી વાજપેયીની લોકપ્રિયતા ભાજપાની સત્તાની ધુરીના રૂપમાં સ્થાપતિ નહોતી કરી શકી. અને દર વર્ષ સરકાર ચલાવવાછતા મનમોહન સિંહને ક્યારેય કોઈ પ્રધાનમંત્રી માનતુ જ નથી. લોકપ્રિયતા અને મનમોહન સિંહ બે વિપરિત ધ્રુવ હતા. તેમને તો ક્યારેય પણ એક લોકપ્રિય ચૂંટ્ણી પણ જીતી નહોતી. 
 
આ જ કારણ છે કે આજે જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપા કેન્દ્રમાં સત્તા પર છે દેશના અનેક રાજ્ય ભગવા રંગમાં રંગાયા છે. જેમા ઉત્તર પ્રદેશ જેવો રાજનીતિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ રાજ્ય પણ બહુમત સથે ભાજપાના ખાતામાં છે. જ્યારે નરેન્દ્ર મોદી નોટબંધી સર્જિકલ સ્ટ્રાઈક જીએસટી જેવા સાહસી નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ નિરંતર પ્રદર્શિત કરી રહ્યા છે અને વિદેશોમાં ભારતની સ્વીકાર્યતા સતત વધતી જઈ રહી છે.  તો આ તથ્યોએ આજે મોદીને લોકપ્રિયતાના એ શિખર પર સ્થાપિત કરી દીધા છે. જ્યા આજ સુધી આ અગાઉ કોઈ બીજો ભારતીય પ્રધાનમંત્રી ક્યારેય પહોંચી શક્યો નથી. દાગ તેમના દામન પર લાગ્યા છે પણ વર્તમન સમય સ્મૃતિલોપના વ્યાકરણ માં રચાયેલો છે અને થોડાક લિબરલોને છોડીને કોઈપણ 2002ની શવસાધનામાં વિશ્વાસ કરતુ નથી. 
 
જ્યારે પ્રધાનમંત્રી પદ માટે મોદીનુ નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યુ તો અનેક લોકોએ કહ્યુ હતુ કે તેનાથી રાજગ ટૂટી જશે. એવુ થયુ નહી ઉલ્ટાનુ મોદી પૂર્ણ બહુમતથી સત્તામાં આવ્યા. આજે પોતાના કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા કર્યા પછી તેમની સ્થિતિ સુદ્દઢ છે અને 2019ની વિજય પતાકાને તેઓ અત્યારથી જ ફરકતી જોઈ શકે છે. 
 
સાર્વજનિક વિમર્શના ધ્રુવીકર્ણ પેદા કરનારા અત્યંત વિવાસ્પદ વ્યક્તિત્વ છતા દેશમાં આજે નરેન્દ્ર મોદીના પક્ષમાં એક પૉલિટિકલ નૈરેટ્વિ જામી ચુક્યુ છે અને હકીકત એ જ છેકે તેમને પસંદ કરો કે નાપસંદ કરો પણ મોદી પર વાત કર્યા સિવાય આજે તમારુ કામ ચાલી શકતુ નથી. રાષ્ટ્રીય વિમર્શને પોતાની આસપાસ કેન્દ્રિત કર લેવાની આ કળા  અભૂતપૂર્વ છે. નરેન્દ્ર મોદીના નામ સાથે જોડાયેલ અનેક અદ્દભૂત વાતોની જેમ....