રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 23 જુલાઈ 2017 (10:08 IST)

અમદાવાદથી હરિદ્વાર જતી બસનો અકસ્માત, 9ના મોત

શુક્રવારે રાત્રે અમદાવાદથી હરિદ્ધાર જઈ રહેલી ખાનગી લકઝરી બસનો ઉદ્દેપુર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.9 વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
પોલીસ પાસેથી માહિતી પ્રમાણે, અમદાવાદની ખાનગી લકઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને હરિદ્ધાર જઈ રહી હતી. ત્યારે રસ્તામાં કોઈ કારણોસર ઉદ્દેપુર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ભોગ બનેલા 9 લોકોમાં અમદાવાદની 6 મહિલાઓ, કર્ણાટકના 2 અને એક રાજસ્થાનના પુરુષનું પણ મોતના અહેવાલ મળ રહ્યા છે.
 
 આ બસ આજે સવારે 8.30 વાગ્યા આસપાસ ઉદયપુર શહેર પહેલા આવતા બલીચા બાયપાસ પાસે મેલા ગામ નજીક બે મોટર સાયકલ ચાલક સાથે ટક્કર થયા બાદ પલ્ટી ખાઈ જતા 9 વ્યકિતના મોત નિપજયા હતા.
 
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બસના પ્રવાસીઓમાં 1 પુરૂષ 6 મહિલાઓ સહિત 7 ગુજરાતીઓના મોત નિપજયા હતા. જયારે બસે અડફેટે લીધેલ બાઇક ચાલક યુવક સહિત 2 રાજસ્થાની યુવકોના પણ મોત નિપજયા હતા. આ અકસ્માતમાં કુલ 9 વ્યકિતના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.