બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (11:52 IST)

100 Days Of Yogi Govt - શુ હતા વચન અને શુ રહ્યા પરિણામ... જાણો હકીકત

મંગળવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે 100 દિવસ પૂરા કરી લીધા છે. વિધાનસભા ચૂંટણીમાં 300થી વધુ સીટોના પ્રચંડ બહુમતથી સત્તામાં આવેલ ભાજપાએ ગોરખપુરના સાંસદ અને ફાયરબ્રાંડ નેતા યોગી આદિત્યનાથને દેશના સૌથી મહત્વપૂર્ણ સૂબાની જવાબદારી સોંપી તો આશાઓ નો મોટો બોઝ પણ તેમને થમાવી દીધો 
 
આ ઉપરાંત યોગીને જૂની સરકાર તરફથી વારસામાં તમામ પડકારો મળ્યા જેનો નિકાલ કરવો તેમની પ્રથમ જવાબદારી બની ગઈ. જો કે અશાઓ મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પછી એક તાબડતોબ નિર્ણય કરી આ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તેઓ આ જવાબદારી નિભાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 
 
ભલે એ કાયદા વ્યવસ્થાનો મુદ્દો હોય કે મહિલાઓ પ્રત્યે વધતા અપરાધની રોકથામનો.. ભલે એ ખેડૂતોની બહુપ્રતિક્ષિત કર્જ માફીનો મામલઓ હોય કે પછી કતલખાના પર કાર્યવાહીનો. તમામ મુદ્દા પર યોગી સરકારે શરૂઆતમાં ગંભીર વલણ બતાવ્યુ અને તેના પર ઝડપથી કામ પણ કર્યા.  હવે જો કે સરકારના 100 દિવસ પૂરા થઈ ચુક્યા છે તો એ જાણવુ પણ જરૂરી થઈ જાય છે કે આ ત્રણ મહિનાથી વધુ સમયમાં સરકાર કેટલે દૂર સુધી ચાલી ?