શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , સોમવાર, 19 ઑગસ્ટ 2019 (10:02 IST)

મહારાષ્ટ્ર - ધુલેમાં ટ્રક સાથે બસની ટક્કર થતા 11 ના મોત, 15થી વધુ ઘાયલ

મહારાષ્ટ્રના ધુલે જીલ્લામાં એક કંટેનર ટ્રક અને એક બસની વચ્ચે સીધી ટક્કરમાં ઓછામાં ઓછી 11 લોકોના મોત થઈ ગયા અને 15 લોકો ઘાયલ થઈ ગયા. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આ દુર્ઘટના શહાદા-દોદાયચા માર્ગ પર નિમ્ગુલ ગામની પાસે રવિવારે રાત્રે લગભગ સાઢા દસ વાગ્યે થઈ.

બસ ઔરંગાબાદ જઈ રહી હતી. તેમણે જણાવ્યુ કે બંને વાહનોના ચાલક સહિત 11 લોકોનુ ઘટના સ્થળ પર મોત થઈ ગયુ. અધિકારીએ જણાવ્યુ કે ઘાયલોને ઘુલેના એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.