ઓડિશાની સરકારી હોસ્પિટલમાં 13 બાળકનાં મોત
ઓડિશાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 18 દિવસથી બાળકોનાં મોત થઈ રહ્યાં છે, પરિવારજનોએ કહ્યું- સમસસર ઓક્સિજન ન મળતાં બાળકો મોતને ભેટ્યાં ઓડિશામાં એક સરકારી હોસ્પિટલમાં 18 દિવસમાં 13 બાળકનાં મોતનો મામલો સામે આવ્યો છે.
મામલો રાજ્યના ક્યોંઝર જિલ્લાનો છે, જ્યાં મૃતક બાળકોના સંબંધીઓએ હોસ્પિટલ તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો. પરિવારનો આરોપ છે કે ડોક્ટરો અને નર્સોની બેદરકારીને કારણે બાળકોનાં મોત થયાં છે.
પીડિત પરિવારોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં બાળકોને સમયસર ઓક્સિજન આપવામાં આવ્યો નહોતો, જેને કારણે અનેક બાળકોનાં મોત થયાં હતાં. આ પછી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ વરિષ્ઠ પોલીસ અને આરોગ્ય અધિકારીઓ લોકોને શાંત પાડ્યા હતા.
ઇમર્જન્સીના કિસ્સામાં ડૉક્ટર અને નર્સ હંમેશાં ઉપલબ્ધ હોવા જોઈએ, પરંતુ તેઓ શનિવારે રાત્રે હાજર નહોતા. પરિવારનું કહેવું છે કે ડોકટરોએ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)ની મુલાકાત લીધી નહોતી, જ્યાં ગંભીર રીતે બીમાર બાળકોની સારવાર ચાલી રહી હતી અને એને કારણે તેમનાં મોત થયાં હતાં.લોકોએ ડોકટરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતીકેઓંઝાર જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોએ ડોકટરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકોના મોત થયા છે. આરોગ્ય મંત્રીએ મીડિયાને કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.આપણે બાળકોના મૃત્યુના કારણો શોધવા જોઈએ. મેં ક્યોંઝર જિલ્લાના અધિકારીઓને ઘટના બાબતે તપાસકરવા જણાવ્યું છે