શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 જૂન 2022 (13:00 IST)

ભાવનગરમાં દારૂ પીવાથી છેલ્લા પાંચ મહિનામાં 50થી વધુ લોકોના મોત,સ્વાસ્થ્ય બગડવાના 119 કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા

liquor in gujarat
ભાવનગરમાં દારૂ પીવાને કારણે છેલ્લા પાંચ માસમાં 50થી વધુ  લોકોના મોત થયા છે એક તરફ સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી બાજુ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જ દારૂને કારણે 54 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે આ ઉપરાંત આલ્કોહોલની અસર ને કારણે સ્વાસ્થ્ય બગડવાના 119 કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે શહેરમાં હાલમાં પરિસ્થિતિ એ છે કે દારૂનું વેચાણ ગેરકાયદેસર રીતે ઠેરઠેર થઇ રહ્યું છે પોલીસ પણ દારૂ અંગે નિયમિત દરોડા પાડી લોકોને પકડી રહી છે પણ તેમ છતાં દારૂનું દુષણ કોઈ નથી શકતું નથી

તે એક વરવી વાસ્તવિકતા છે. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં થી દારૂ અંગે મળેલા પ્રાથમિક અહેવાલો ચોંકાવનારા છે છેલ્લા પાંચ માસમાં દારૂને કારણે ૫૪ લોકોના મોત થયા છે અને 119 લોકો હજી સારવાર નીચે છે ભાવનગરમાં દારૂની કાયદેસરની પરમીટ ધરાવનાર 1129 લોકો છે જોકે હોસ્પિટલના બિછાને મૃત્યુ પામેલા લોકો માં મોટાભાગના કેસોમા કોઈ પાસે દારૂ પીવાની સત્તાવાર પરમીટ હતી નહીં ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં જે પરિસ્થિતિ છે તે નાકનું ટેરવું ચડી જાય તેવી અત્યંત ખરાબ છે. ભાવનગરમાં દારૂબંધી હોવા ની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ ઠેરઠેર દારૂના વેચાણ થઈ રહ્યા છે ખાસ કરી ઔદ્યોગિક વિસ્તાર અને પછાત વિસ્તાર જ્યાં પછાત વર્ગના લોકો અને પરપ્રાંતીય લોકો કામ કરી રહ્યા છે તે વિસ્તારોમાં આ દૂષણ વધારે જોવા મળે છે. પોલીસ દારૂ અંગે દરોડા પાડે છે માલ પકડે છે અને પીધેલાઓને પણ પકડે છે પરંતુ દારૂ નો માલ ક્યાંથી આવ્યો અને કોણે મંગાવ્યો તેના સુધી પોલીસ પહોંચતી નથી અથવા પહોંચવા માગતી નથી તેવી છાપ લોકોમાં ઊભી થઈ છે ભાવનગરમાં દારૂનું વ્યસન છોડાવવા માટે અનેક એનજીઓ કાર્યરત છે પરંતુ જ્યાં સુધી છૂટથી દારૂ મળતો હશે ત્યાં સુધી વ્યસન છોડાવવા માટે એનજીઓની કામગીરી સફળ થશે નહીં