શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 9 જુલાઈ 2021 (20:34 IST)

એક વધુ આફત - કેરલમાં જીકા વાયરસના 14 મામલા, અનલોક થતા જ કોરોના મામલા પણ વધ્યા

કેરલમાં જીકા વાયરસના 14 મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ માહિતીમાં  આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.. આ સાથે જ પ્રદેશની સ્વાસ્થ્ય મંત્રીએ પણ માન્યુ છે કે રોક હટવાથી પણ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેરલમાં કોવિડ 19ના કેસ વધવા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ચિંતા વ્યક્ત કરવા રાજ્ય સરકારે શુક્રવારે કહ્યુ કે કરફ્યુમા  ઢીલ આપવાના મામલામાં વધારો થયો અને આશા છે કે હવે આ કેસ ઓછા થશે. 
 
સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે જણાવ્યુ કે લોકડાઉન લાગૂ કરવા, નિષિદ્ધ ક્ષેત્રોને ચિહ્નિત કરવા અને સરકાર દ્વારા ઝડપથી તપાસ અને સંપર્ક જાણ કરવા જેવી સાવધાનીઓ ઉપાયોને કારણે મોટી સંખ્યામાં લોકોને ચિકિત્સા ઉપચાર સુનિશ્ચિત થયો છે.  તેમણે કહ્યુ કે સરકારના પ્રયાસ એ ખાતરી કરવાનો છે કે સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા રાજ્યની ચિકિત્સા ક્ષમતાથી વધુ ન થાય જેથી બેડ કે ઓક્સીજનની ઉપલબ્ધિના કારણે કોઈની મૃત્યુ ન થાય. જોર્જે કહ્યુ કે વાયરસના પ્રસારને રોકવા માટે ટીકાકરણ જ એકમાત્ર ઉપાય છે. 
પીએમ મોદી દ્વારા બતાવાયેલી ચિંતાઓ પર જ્યોર્જે કહ્યું કે અહીં લેવામાં આવેલા પગલાઓની નિરીક્ષણ કરવા  કેન્દ્ર સરકારની ટીમ જે  કેરળ પહોંચી, તે કરવામાં આવેલા પ્રયાસોથી સંતુષ્ટ છે. શુક્રવારે, કેરળમાં કોરોનાના 13,536 નવા કેસ જોવા મળ્યા હતા અને 130 લોકોનાં મોત થયાં . રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા હવે વધીને 1,13,115 થઈ ગઈ છે. સંક્રમણ દર 10.04 છે.
 
જ્યોર્જે કહ્યું કે કરફ્યુ હટાવ્યા પછી લોક મોટી સંખ્યામાં બહાર આવ્યા, જેને પગલે કેસોમાં વધારો થયો. પ્રધાને જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પોલીસની મદદથી એવા પગલા લેશે કે લોકો પોતાના ઘરની લોકો તેમના ઘરની બહાર નીકળતા સમય સામાજીક અંતર અને માસ્ક પહેરવા જેવા કોવિડ નિયમોનુ પાલન કરે.