ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :મુરેના: , શનિવાર, 28 જાન્યુઆરી 2023 (12:34 IST)

મધ્યપ્રદેશના મુરેનામાં ભારતીય વાયુસેનાના 2 વિમાન થયા ક્રેશ, ગ્વાલિયર એરબેઝથી ભર્યું ઉડાન

મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે ભારતીય વાયુસેનાના બે ફાઈટર પ્લેન ક્રેશ થતા ખળભળાટ મચી ગયો છે. અહેવાલો અનુસાર, મુરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયા. આ બંને એરક્રાફ્ટે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી જ્યાં કવાયત ચાલી રહી હતી. આ દુર્ઘટનામાં એરફોર્સના 2 પાયલોટનો આબાદ બચાવ થયો હતો. 


કહેવામાં આવી રહ્યું છે કે બંને ફાઈટર જેટ્સે ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી જે સુરક્ષા કવાયતમાં સામેલ હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહે એરફોર્સ ચીફ પાસેથી દુર્ઘટનાની માહિતી લીધી છે. રક્ષા મંત્રી પણ સીડીએસના સંપર્કમાં છે. સુખોઈ 30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ મોરેનામાં ક્રેશ થયા છે. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. બીજી તરફ, મોરેનાના ડીએમએ જણાવ્યું કે તેઓ એસપી સાથે અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે. સ્થળ પર સ્થાનિક વહીવટીતંત્ર હાજર છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
 
સૂત્રોએ જણાવ્યું કે વાયુસેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહને દુર્ઘટનાની જાણકારી આપી છે. તેમણે બંને ફાઈટર જેટના પાઈલટ વિશે પૂછ્યું છે. તેમજ સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુખોઈ-30માં બે પાયલટ અને મિરાજ 2000 એરક્રાફ્ટમાં એક પાયલટ હતો. 
શનિવારે સવારે એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થયું હતું. વિમાનના ટુકડા થઈ ગયા હતા. લોકોએ જણાવ્યું કે ફાઈટર પ્લેનમાં આકાશમાં જ આગ લાગી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.
 
રક્ષા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહને એર ચીફ દ્વારા ભારતીય વાયુસેનાના બે વિમાનોના દુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી હતી. રક્ષા મંત્રીએ ભારતીય વાયુસેનાના પાયલોટની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ સિવાય રક્ષા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને ફાઈટર જેટના ક્રેશની જાણકારી વડાપ્રધાન કાર્યાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આપવામાં આવી છે.