Pariksha Pe Charcha: PM મોદી સરની માસ્ટર કલાસ, સ્ટુડેંટ્સના સવાલોના આપી રહ્યા છે જવાબ
LIVE:
નવી દિલ્હી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પહોચ્યા જ્યા તેઓ 2 હજાર 400 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને આ પરીક્ષા આપવામાં ખુશી થાય છે. પીએમે કહ્યુ કે પરીક્ષા પર ચર્ચા મારી પણ પરીક્ષા છે. આ દરમિયાન એક વિદ્યાર્થીના સવાલ પર પીએમે કહ્યુ કે પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે. સોશિયલ સ્ટેટ્સને જોઈને અપેક્ષા કરવી ખોટી છે.
It is an absolute delight to be among my young friends! Join #ParikshaPeCharcha. https://t.co/lJzryY8bMP
— Narendra Modi (@narendramodi) January 27, 2023
