રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified બુધવાર, 25 જાન્યુઆરી 2023 (23:27 IST)

પદ્મ પુરસ્કારોનું એલાન, મુલાયમ સિહ યાદવ 106ને પદ્મ વિભૂષણ, જુઓ આખું લિસ્ટ

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (મરણોત્તર)ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. મુલાયમ સિંહ સહિત કુલ 6 હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે જ્યારે 9 હસ્તીઓને પદ્મ ભૂષણ આપવામાં આવશે. અને 91 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

 
મુલાયમ સિંહ ઉપરાંત જે હસ્તીઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં કલા ક્ષેત્ર માટે ઝાકિર હુસૈન, એસએમ કૃષ્ણા, દિલીપ મહાલનોબિસ, શ્રીનિવાસ વર્ધન, બાલકૃષ્ણ દોશી (મરણોત્તર)ના નામ સામેલ છે.