બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પુણે. , બુધવાર, 25 જાન્યુઆરી 2023 (10:56 IST)

હે ભગવાન ! પરિણિત મહિલાને ભગાડી ગયો પુત્ર, પિતા સહિત પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા

river dip
મહારાષ્ટ્ર (Maharashtra News)ના પુણેમાં એક યુવક પરિણિત મહિલાને ભગાડીને લઈ ગયો. જેનો આધાત યુવકના પિતાને એવો લાગ્યો કે તેમણે આખા પરિવાર સહિત આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પુણે જીલ્લામાં નદીના કિનારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના શબ મળ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે મરનારાઓમાં એક વૃદ્ધ દંપતિ, તેમની પુત્રી અને જમાઈ અને ત્રણ નાતી-નાતિનનો સમાવેશ છે. આ ઘટના પુણે જીલ્લાના દૌડમાં થઈ છે. આ ઘટના સામે આવ્યા પછી દૌંડ શહેરમાં હડકંપ મચી ગયો છે. 
 
પરિણિત યુવતીને ભગાડી ગયો
 
ઉલ્લેખનીય છે કે મૃતકના પુત્રએ એક પરિણીત યુવતીને ભગાડીને લઈ ગયો હતો.  જ્યારે તે છોકરીને પરત ન લાવ્યો તો પિતાએ પરિવારના અન્ય 6 સભ્યો સાથે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો. નગર જિલ્લાના પારનેર તાલુકાના નિઘોજમાં રહેતા આ પરિવારે ભીમા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને ભીમા નદીમાંથી પતિ-પત્ની, પુત્રી અને જમાઈ અને તેના 3 પૌત્ર-પૌત્રીના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે 17 જાન્યુઆરીની રાત્રે ભીમા નદીમાં 7 લોકોએ આત્મહત્યા કરી હતી.
 
જુદા જુદા દિવસે મળ્યા મૃતદેહ  
મૃતકોમાં ચાર લોકોના નામ મોહન ઉત્તમ પવાર, સંગીતા મોહન પવાર, રાની શામ ફુલવારે, શામ ફુલવારે છે. 17 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રે અગિયાર વાગ્યા પછી પરિવાર નિખોજ ગામથી વાહન લઈને નીકળ્યો હતો. પૂણે શહેરથી લગભગ 45 કિમી દૂર દાઉદ તાલુકામાં યાવત ગામની સીમમાં ભીમા નદી પર પરગાંવ પુલ નજીક સોમવારે ચાર અને મંગળવારે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.
 
યુવતી સાથે રહેતો હતો પુત્ર 
પોલીસના એક નિરીક્ષકે કહ્યુ કે મૃત જોવા મળેલા બધા સાત લોકો એક જ પરિવારના હતા. જેમા એક દંપત્તિ, તેમની પુત્રી અને જમાઈ અને તેમના ત્રણ નાતિ નાતિન છે. મૃતદેહ ભીમા નદીના તલમાં એક બીજાથી લગભગ 200થી 300 મીટરની દૂરી  જોવા મળી હતી. તેમણે કહ્યુ કે મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યુ છે.  જ્યારે કે મોતના કારણો અને તેની પરિસ્થિતિઓની તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી પુત્ર એક પરણેલી યુવતીને લઈને ભાગી ગયો હતો અને અન્ય યુવતી સાથે રહી રહ્યો હતો. એવુ બતાવાય રહ્યુ છે કે આ ઘટનાથી પરિવારના લોકો ખૂબ પરેશાન હતા.  એવુ જાણવા મળ્યુ છે કે સાત લોકોએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેમનો પુત્ર યુવતીને તેના ઘરે મોકલવા માટે તૈયાર નહોતો.