પહેલીવાર સ્પેશલ પાવરનો ઉપયોગ, 20 ભારત વિરોધી યુટ્યુબ ચેનલ બંધ
ભારત સરકારે દેશ વિરોધી પ્રોપોગાંડા ફેલાવનારા 20 યુટ્યુબ ચેનલો પર સોમવારે બેન લગાવી દીધો છે. પહેલીવાર આઈટી એક્ટમાં તાજેતરમાં સામેલ કરવામાં આવેલ ગાઈડલાઈંસના આધાર પર બેન લગાવવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલો સાથે 2 વેબઆઈટને પણ પ્રતિબંધિત કરવામાં આવી છે. આ ચેનલ અને વેબસાઈટ કથિત રૂપે પાકિસ્ત્તાનથી સંચાલિત થતા હતા અને દેશમાં ભારત વિરોધી પ્રોપોગેંડા ફેલાવતા હતા
આ મામલા પર નામ ન છાપવાની શરત પર એક સૂત્રએ જણાવ્યુ કે સૂચના અને પ્રસારણ મંત્રાલયની સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ યુટ્યુબ અને ટેલિકૉમ વિભાગને લખ્યુ કે આ કૉન્ટેટને તત્કાલ પ્રભાવથી બ્લોક કરવામાં આવે. કારણ કે આ ભારતની સંપ્રભુતા અને અખંડતાને પ્રભાવિત કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રચાર પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ દ્વારા ફેલાવવામાં આવી રહ્યો હતો. તેમણે કહ્યું કે તેમની વચ્ચે 'નયા પાકિસ્તાન' નામની એક યુટ્યુબ ચેનલ હતી, જેના YouTube પર 20 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચેનલ કાશ્મીર, કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ અને અયોધ્યા જેવા મુદ્દાઓ પર "ખોટા સમાચાર" ચલાવી રહી હતી.
પાકિસ્તાનથી ચલાવાઈ રહી હતી વેબસાઈટ
આ કોન્ટેક્ટ વિશે સૌ પહેલા સુરક્ષા એજન્ટે માહિતી આપી. ત્યારબાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયે તપાસ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "આ પ્રથમ વખત છે કે જ્યારે IT નિયમો, 2021 હેઠળ કટોકટીની સત્તાઓનો ઉપયોગ ભારત વિરોધી પ્રચાર કરતી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવ્યો છે." ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, સમીક્ષામાં સામેલ અધિકારીએ કહ્યું, 'તપાસમાં જાણવા મળ્યું છે કે આ વેબસાઈટ અને ચેનલો પાકિસ્તાનથી ચલાવવામાં આવી રહી હતી.આ YouTube ચેનલો પર ચલાવવામાં આવતી સામગ્રી રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી સારી નથી. તમને જણાવી દઈએ કે ભારત દ્વારા પ્રતિબંધિત યુટ્યુબ ચેનલોમાંથી 15 ચેનલો 'નયા પાકિસ્તાન' જૂથની માલિકીની છે, જ્યારે અન્યમાં 'ધ નેકેડ ટ્રુથ', '48 ન્યૂઝ' અને 'જુનૈદ હલીમ અધિકારી' સામેલ છે.