મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 ડિસેમ્બર 2021 (14:01 IST)

Pakistan માં મંદિરમાં તોડફોડ ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં રોષનું મોજું ફરી વળ્યું

સોમવારે સાંજે કરાચીના નારાયણપુરા વિસ્તારના રાંચોર લેનમાં એક દુર્ગા મંદિરમાં મૂર્તિઓની તોડફોડનો મામલો સામે આવ્યો હતો. સ્થાનિક હિન્દુ સમુદાયના લોકોએ સાંજથી ઇદગાહ પોલીસ સ્ટેશનની બહાર સતત વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસ ફોર્સને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
 
આ ઘટનાથી સ્થાનિક હિંદુઓમાં રોષનું મોજું ફરી વળ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પાકિસ્તાનમાં હિંદુ મંદિરોને તોડી પાડવાનું ચાલુ છે. આ પહેલા ગયા મહિને પાકિસ્તાનના સિંધ પ્રાંતના કોટરી સ્થિત એક શિવ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી.