શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (14:13 IST)

પાકિસ્તાને ભારત તરફ મોકલ્યુ ડ્રોન, બીએસએફએ 5 રાઉંડ ફાયર કરીને ષડયંત્ર કર્યુ નિષ્ફળ

Pakistan Sent Drone in India: પંજાબના ગુરદાસપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર (India-Pakistan Border)પર પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રોન મોકલવાના પ્રયાસને BSFએ નિષ્ફળ બનાવ્યો છે. ગુરદાસપુરની કાસોવાલ બોર્ડર આઉટ પોસ્ટ પર મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. જે બાદ સ્થળ પર હાજર બીએસએફના જવાનો અને એક મહિલા જવાને ડ્રોન પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે બાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ પર પરત ફર્યું હતું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે પણ BSFએ કહ્યું કે તેણે પંજાબના ફિરોઝપુર વિસ્તારમાં સરહદ પારથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું. એક ટ્વિટમાં, BSFએ કહ્યું, "શુક્રવારે રાત્રે 11.10 વાગ્યે ફિરોઝપુર સેક્ટરમાં વાન બોર્ડર ચોકી પાસે મળી આવતાં જ ચીની બનાવટના ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું." તેમણે કહ્યું કે, કાળા રંગની ઉડતી વસ્તુને તોડી પાડવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 300 મીટર અને સરહદની વાડથી 150 મીટર દૂર શૂટિંગ કરવામાં આવ્યું હતું.