સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (18:49 IST)

કિમ જોંગ ઉનનુ ફરમાન : 11 દિવસ સુધી કોઈ પણ નાગરિક હસે કે રડે નહી, દારૂ પીવા અને શોપિંગ પર પણ લગાવ્યો બેન

ઉત્તર કોરિયાએ નાગરિકોને હસવા, પીવા અને ખરીદી કરવા જવા પર 11 દિવસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કિમ જોંગ-ઉને શુક્રવારે તેમના પિતા કિમ જોંગ-ઇલની 10મી પુણ્યતિથિના અવસર પર આ આદેશ જાહેર કર્યો. સૂત્રોના જણાવ્યા મુજબ કિમે શુક્રવારથી આગામી 11 દિવસ માટે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આના કારણે આ સમયગાળા માટે નાગરિકોની આરામની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.
ઉત્તર કોરિયાના ઘણા નાગરિકોએ પણ કિમ જોંગ દ્વારા લાગુ કરાયેલા આ પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. રેડિયો ફ્રી એશિયાએ દેશની સરહદ પર સ્થિત સિનુઇજુ શહેરના રહેવાસીઓને ટાંકીને કહ્યું કે સામાન્ય લોકો રોજિંદા વસ્તુઓ ખરીદવા માટે ઘરની બહાર નીકળી શકતા નથી. નિયમોનો ભંગ કરનારની ધરપકડની સાથે તેમને કડક સજાની જોગવાઈ પણ છે.
 
એક નાગરિકે નામ ન બતાવવાની શરતે કહ્યુ,  પહેલ અપણ કિમ જોંગ ઈલ ની પુણ્યતિથિ પર જે લોકો દારૂ પીતા કે નશાની હાલતમાં મળતા હતા તેમની ધરપકદ કરી તેમને અપરાધિઓની જેમ રાખવામાં આવતા હતા. અનેક લોકોની ધરપકડ થયા બાદ તેમના કોઈ સમાચાર મળ્યા નથી કે એ લોકો ક્યા છે. 
 
 આ નાગરિકે વધુમાં જણાવ્યું હતું કે, "જો 11 દિવસના શોક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો તેના પરિવારના સભ્યોને મોટેથી રડવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. આ સિવાય તેમ ના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ત્યારે જ લઈ જવામાં આવે છે જ્યારે શોકના 11 દિવસ પૂરા થઈ જાય. ત્યાના લોકો શોકના 11 દિવસ દરમિયાન જન્મદિવસ પણ ઉજવી શકતા નથી."