મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 30 ઑગસ્ટ 2017 (10:10 IST)

PHOTOS Mumabi Heavy Rain - મુંબઈમાં ભારે વરસાદે 5નો ભોગ લીધો.. આગામી 24 કલાક રેડ Alert પર માયાનગરી

મુંબઈ પર આસમાનમાંથી આફત વરસી રહી છે. ગઈકાલથી જ થઈ રહેલ મુશળધાર વરસાદે માયાનગરી મુંબઈની ગતિ પર બ્રેક લગાવી દીધી છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.  મોસમ વિભાગે આગામી 48 કલાક મુંબઈમાં ભારે વરસાદની શક્યતા બતાવતા ચેતાવણી આપી છે. એટલુ જ નહી આ વરસાદે 2 બાળક સહિત 3 બાળકોનો જીવ લીધો છે અનેક લોકો ઘાયલ થયા છે. 
આ વરસાદને કારણે 40થી વધુ અકસ્માત થયા.  29 ઓગસ્ટ 2017ના રોજ રજુ આંકડા મુજબ સવારે આઠ વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી 105 મિમી વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. મોડી રાત્રે 2 વાગ્યા સુધી વરસાદ પડતો રહ્યો. આખી રાત મુંબઈના લોકો માટે ટ્રેન ચાલી. આજે સવારે અંધેરીથી ઘાટકોપરની મેટ્રો રેલ સેવા સામાન્ય થઈ. 
મુંબઈના તાજેતરના વરસાદથી લોકોને જુલાઇ 2005નો વિનાશક વરસાદ યાદ આવી ગયો છે. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ઘૂસી ગયાં છે. આગામી 48 કલાક ભારે હોવાને કારણે સરકારે એડવાઇઝરી જારી કરીને લોકોને ઘર અથવા ઓફિસમાંથી બહાર ન નીકળવા સલાહ આપી છે.
123 મુંબઈમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ 12 વર્ષ અગાઉ 2005માં જોવા મળી હતી. ત્યારે રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પર મેઘરાજાએ કહેર વરસાવ્યો હતો. તેમાં 850થી વધુ લોકોનાં મોત થયા હતાં. એકલા મુંબઈમાં જ મૃતકોની સંખ્યા 5 500થી વધુ હતી. એક જ દિવસમાં 94  સેમી વરસાદ પડ્યો હતો.
 મુંબઈની શેરીઓ ત્યારે નદીઓ બની ગઈ હોય એવું લાગતું હતું. કેટલાક લોકો તો ત્રણ દિવસે મુંબઈમાં પોતાના ઘરે પહોંચી શક્યા હતા. 2005ના આફતના વરસાદમાં મુંબઈનું બંદર લગભગ ચાર દિવસ બંધ રહ્યું હતું. મુંબઈનું એરપોર્ટ પણ બંધ રહ્યું હતું. મુંબઈના ઔદ્યોગિક એકમો ઠપ થઈ ગયા હતા. એ સમયે શેરબજાર બંધ થવાના કારણે કરોડોનું નુકસાન થયું હતું.