મંગળવાર, 18 માર્ચ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (07:21 IST)

5 વર્ષનો આર્યન હારી ગયો જીવનની, રમતા રમતા પડ્યો હતો 150 ફૂટ ઊંડા બોરવેલમાં

Dausa
Dausa image source_X
 રાજસ્થાનના દૌસા જિલ્લામાં બોરવેલમાં પડેલા પાંચ વર્ષના આર્યનને લગભગ 56 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો. પહેલું પાઈલિંગ મશીન તૂટી ગયા પછી NDRFની ટીમે બીજા મશીન વડે બોરવેલ પાસે ખાડો ખોદ્યો. આર્યનને લગભગ 150 ફૂટ ઊંડા બોરવેલમાંથી બહાર કાઢીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

 
સોમવારે બપોરે દૌસા જિલ્લાના કાલીખાડ ગામમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. 6 દેશી જુગાડ નિષ્ફળ. આર્યન સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે તેની માતાની સામે બોરવેલમાં પડ્યો હતો. આ અકસ્માત ઘરથી લગભગ 100 ફૂટ દૂર થયો હતો.
સોમવારે રાત્રે 2 વાગ્યાથી કોઈ હિલચાલ જોવા મળી નહી 
 
સોમવારે રાત્રે 2 વાગ્યા પછી બાળકની કોઈ હિલચાલ જોવા મળી ન હતી. મેડિકલ ટીમ દ્વારા સતત ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો. કલેક્ટર દેવેન્દ્ર કુમારે આ અંગે માહિતી આપી હતી. NDRF, SDRF, સિવિલ ડિફેન્સ અને બોરવેલ સંબંધિત સ્થાનિક ટેક્નોલોજીના નિષ્ણાતોની ટીમે તેમના પ્રયત્નો ચાલુ રાખ્યા. બોરવેલ પાસે પાઈલિંગ મશીન વડે લગભગ 125 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મશીન તૂટી ગયું હતું અને ત્રણ-ચાર કલાક સુધી બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો