બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 નવેમ્બર 2024 (09:58 IST)

Earthquake In Mount Abu: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભૂકંપના આંચકા, વિસ્તારમાં ભયનો માહોલ

Earthquake In Mount Abu:  રાજસ્થાનના માઉન્ટ આબુમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 7.51 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી.
 
માઉન્ટ આબુના મુખ્ય બજાર, નક્કી તળાવ, ધોંડાઈ અને દેલવાડા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે.

ભૂકંપના આંચકા અનુભવાતા જ વિસ્તારના લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત એ છે કે ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી.